________________
૧૨૨ ].
મારી સિંધયાત્રા
સજા ભારે છે, મારા જેવા કેઈ નવા ઘોડાને શીખવવા માટે પણ આ સ્ટેશનો ઠીક સાધનભૂત છે. ઝાઝો સામાન સાચવવાનો નહિં, ઝાઝી ટીકીટને હીસાબ રાખવાને નહિ, તેમ માલ પણ ઝાઝો જવા આવવાને નહિં, એટલે નવો ઘોડો પલટાય છે અને સ્ટેશનનું સ્ટેશન સચવાય છે.”
સ્વયંસેવકને પડેલે ત્રાસ
જોધપુર લાઇનની માફક પાણીને ત્રાસ તે હૈદ્રાબાદથી કરાચી જતાં વધારે અનુભવો પડે. જોધપુર લાઈનમાં તે સ્ટેશન નજીક આવે, એટલે વહેલાં મોડાં પાણું મળે એ ખરું. પરંતુ હૈદ્રાબાદથી કરાચી સુધીમાં, કેટલાંક સ્ટેશને કાઢી નાખેલાં હોવાથી, ભારે વિટંબણુ ભોગવવી પડે છે. એજ એક કિસ્સો ઓગનું મુકામ કરેલું, ત્યાં બની ગયો. “પાણી મળી જશે,’ એવી આશાએ સ્વયંસેવકે આગળ ગયા. પથરના પહાડની વચમાં એક વખતનું જૂનું આ સ્ટેશન અત્યારે ઝૂંપડા સરખું પણ નથી. સ્વયંસેવકે એક ગાર્ડની મહેરબાનીથી ભુલારીથી આગળ ગયા. અને ઓગર જઇને ઉતરી પડયા. તૂટેલાં ફૂટેલાં અને ઉપર વર્ણન કરવામાં આવ્યું છે તેવાં, એક બે મકાન અહિં હતાં. અમારી સાધુમંડળી પાછળ ભુલારીને સ્ટેશન ઉપર રહી હતી. સ્વયંસેવકોએ કેટલી યે તપાસ કરી, આખા જંગલમાં ક્યાંય પણ પાણું તેમને ન મળ્યું. કઈ ગાડી આવે તો તેને ઉભી રાખી, છેવટે ઈનજીનમાંથી પણ પાણું લઈશું, એમ વિચાર કરતા રહ્યા. ગાડીઓ તે ઘણું યે આવી અને ગઈ. પણ આ ભલા માણસોને માટે કેાણ ગાડી ઉભી રાખે? ન હતું ખાવાનું કે ન હતું પીવાનું. દિવસ ચઢતો ગયો તેમ અગ્નિનો વરસાદ વરસવા લાગ્યા. પાસેના પહાડની ગરમીએ અગ્નિમાં લાકડાં નાખવા જેવું કર્યું. બિચારા સ્વયંસેવકે ત્રાહિ ત્રાહિ થઈ ગયા. ભૂખ્યા તરસ્યા તડફડીયા મારવા લાગ્યા. ગમે તેવા કષ્ટમાં દિવસ તે નિકળી ગયા, પણ રાત કાઢવી એમને ભારે થઈ પડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org