________________
ત્રાસદાયક ત્રિપુટી
૧૧
શકે ? એમ લકે કહે છે. લોકેનું એ પણ કહેવું છે કે પાણીની સગવડ થાય તો જે લોકોને પાણીના અભાવે આ દેશમાંથી ચાલ્યા જવું પડે છે, તેઓ જ્યાં રહેતા હોય ત્યાં જ આબાદી કરીને રહી શકે. ઢોરઢાંખરને પાણી શકે. સ્ટેશન પાસે આબાદી વધે. આબાદીના કારણે વેપારીઓ પોતાની દુકાનો લગાવે, ટ્રાફીકમાં વધારો થાય, કસ્ટમમાં વધારો થાય, અને સ્ટેશને, કે જે ઉજાડ ખંખ જેવાં છે, તેની પણ રોનક વધે. આમ રાજ્યને ફાયદો થયા સિવાય નુકસાન તો નથી જ.
સજાનું સ્થાન.
કેટલાંક સ્ટેશને તો એવાં ભયંકર લાગે છે કે ત્યાં એ માસ્તરે બિચારા કેમ રહી શકતા હશે ? એજ વિચાર થાય. ચારે તરફ કાં તે રેતીના પહાડ હોય અને કાં તો માઈલોના માઈલો સુધીનું મેદાન હોય. સ્ટેશનની એકાદ કોટડીમાં ટેલીફેનનું ભૂંગળું, તારનું ટેબલ અને ટીકીટનું નાનકડું કબાટ, સાચવીને માસ્તર બેસી રહ્યા હેય. ન કેઈ માણસ આવે કે ન કેાઈ ઢેર. આવા સ્થાનમાં પોતાની પત્ની સાથે તો બિચારો રહે જ શું કામ ? વીસ કલાકમાં બે ચાર માણસ પણ આ સ્ટેશન ઉપર ન દેખાય. આવા એક સ્ટેશનમાં એક નવયુવક નવા આવેલા સ્ટેશન માસ્તરને મેં પૂછ્યું: “માસ્તર, તમારાથી અહિં કેમ રહી શકાય છે? મને જવાબ આપેઃ “મહારાજશ્રી ! આપને ખબર નથી. આ સ્ટેશનો એ કાળાપાણી તરીકે મુકરર થયાં છે.
સ્ટેશન માસ્તરે કંઈક ગુન્હ કર્યો હોય, એને બીજી સજા ન કરતાં ત્રણ મહીના માટે આવાં સ્ટેશન ઉપર ધકેલવામાં આવે છે. કાળા પાણી કરતાં પણ આવા સ્થાનમાં રહેવું વધારે ભયંકર છે. ત્રણ મહીના કે જેટલો સમય અમારે આ સજા ભોગવવાની હોય છે, ત્યાં સુધી અમારે જાન જોખમમાં હોય છે. સો-બસે રૂપીઆ દંડ કરે કે જોધપુરની જેલમાં છ–બાર મહીના રાખે, તે સજા સારી છે; પણ આવા સ્ટેશન ઉપર રહેવાની
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org