________________
૧૦૮]
મારી સિંધયાત્રા
તરસની પરવા કર્યા વગર મારવાડ અને સિંધના ભયંકર જગલો અને વેરાન રેતીનાં રાગે વટાવીને, મારવાડની કકડતી ઠંડી અને સિંધની આગ વરસાવતી સમ્ર ગરમી સહન કરતા કરતા સિંધ દેશના પાટનગર કરાચી ખાતે તેઓશ્રીના પુનીત પગલાં થયાં છે, એ સિંધના લેકેના અહેભાગ્ય ગણાય. આ મહાન ત્યાગીઓને કરાચીના આંગણે અમે દિલોજાન આવકાર આપીએ છીએ,
મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજ એક પ્રખર વિદ્વાન, વક્તા, લેખક અને મહાન સુધારક છે, એટલું જ નહિ પણ સર્વધર્મ સમભાવી છે. તેમણે હિંદી અને ગુજરાતી ભાષામાં લગભગ પાંત્રીસેક જેટલાં પુસ્તકો લખ્યાં છે. જે લોકોમાં સારો આદર પામેલ છે.
મુનિશ્રી જયંતવિજયજી મહારાજ ઇતિહાસતત્ત્વવેત્તા અને મહાન અભ્યાસી છે. તેઓશ્રીએ આબુ પહાડની દરેકે દરેક માહીતી આપતું “આબુ” નામનું પુસ્તક રચ્યું છે. આ પુસ્તક ભારતવર્ષની પ્રાચીન શિલ્પકળા અને ઐતિહાસિક શાધાળના અભ્યાસીઓ અને યાત્રીઓને માટે ઘણું ઉપયોગી પુરવાર થઈ ચૂક્યું છે. આવાં કેટલાંક પુસ્તકો તેઓશ્રીએ પણ લખ્યાં છે.
આ મહાન યોગીએ કંચન અને કામિનીના સંપૂર્ણ ત્યાગીઓ છે, સિંધ પ્રદેશમાં આવવાનો તેઓશ્રીનો ઉદેશ સિધ દેશમાં ભગવાન મહાવીરનો અહિંસાનો સંદેશો “જીવો અને જીવવા દે ” એનો પ્રચાર કરવાનો છે.
- સિંધ દેશની અંદર વરસ થયાં ચાલી આવતી માંસાહારની જડ ઉખેડી, નાખવાની મુનિઓની મનોવાંચ્છના પૂરી થાય, અને તેમ કરવામાં ફક્ત જૈનોજ નહિ, પણ સર્વ ધર્મને જીવદયા પ્રેમીઓ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ તેમને સહકાર આપે, એટલું ઈચ્છી આ પવિત્ર આત્માઓને કરાચીના આંગણે અમે સત્કારીએ છીએ.”
(હિતેચ્છુ તા. ૧૦-૬-૧૯૩૭) દિવસે દિવસે વધુ ને વધુ દુઃખી થતે જતો સંસાર કયાં જઈને થોભશે, એ આજના માનવીઓનો ઘણે અકળાવનારો સવાલ છે. સંસારીઓના દુઃખ એટલાં અસહ્ય થતાં જાય છે કે માનવીઓ ગભરાઈ જતાં દુખમુક્તિ માટે કોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org