________________
પ્રવેશ
કે અયોગ્યતાનો પરિચય વધુ થાય છે. સ્વામો માણસ ગમે તે હોય, પરંતુ માન અપમાન કરનાર સ્વયં પિતાની યોગ્યતાનો પરિચય કરાવે છે. અતિથિના સંસ્કાર કરવો કે ન કરે? કે કરવો? એ તે સત્કાર કરનાર ઉપર આધાર રાખે છે. એટલે “અતિથિ 'નો કરેલો સત્કાર એ ખરી રીતે અતિથિનો સત્કાર નથી, પરંતુ કરનારનો સત્કાર છે. કરાચીની જનતાએ જે સમ્માન કર્યું, તે અમારું સમ્માન નહિં હતું, પરંતુ તેમનું પિતાનું જ સમ્માન હતું. આવી જ રીતે જે જે પત્રકારોએ પોતાના
અગ્રલેખો દ્વારા અમને સત્કાયી–સમ્માન્યા, તે અમારી મંડળીનું સમ્માન નહિં હતું, પણ તેમનું પોતાનું સમ્માન હતું. પિતાની સજજનતાનો પરિચય હતો.
જે જે પત્રકારે અમારા આ પ્રવેશ પ્રસંગે અગ્રલેખ લખી પિતાની સજજનતાનો પરિચય કરાવ્યો હતો, તેમાંના બેના ઉતારા અહિં કરવા ઉચિત સમજી છું.
“જનોના સ્વ. મહાન સુરિસમ્રાટ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના દિલમાં સિંધ પ્રદેશમાં અહિંસાના પ્રચારાર્થે આવવાની એક પ્રબળ ભાવના હતી, પણ તેઓશ્રીના સ્વર્ગવાસથી સિધની ભૂમિ આ મહાન વિભૂતિના દર્શન વિહોણી રહી ગઈ, મુનિ મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજીને આજે કેણ, નથી પીછાનતુ? તેણી બાબત જાહેરસભામાં બોલતાં ઇંદોરના એક વિદ્વાન ડોકટરે જણાવ્યું હતું કે- આચાર્ય વિજયધર્મસૂરીને નહિ જાણતા હોય એવા કેટલાક શિક્ષિત હિંદમાં હશે, પણ જર્મનીમાં દરેક ગામ અને મહોલ્લામાં આચાર્યનું નામ પ્રખ્યાત છે. ખુદ મેં પોતે આચાર્યશ્રીનું નામ પહેલવહેલું જર્મનીમાં સાંભળ્યું હતું.'
આવા વિશ્વવિખ્યાત આચાર્યશ્રીના વિદ્વાન શિષ્ય-મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજી અને મુનિ મહારાજશ્રી જયંતવિજયજી અને બીજા ત્રણ મુનિરાજે શિવગંજ (મારવાડ) થી લગભગ ૫૦૦ માઈલ પગે ચાલીને ભૂખ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org