________________
૧૦૪]
મારી સિંધયાત્રા
જવાનું હતું. આરામની જરૂર હતી. છતાં લોકેને દરોડે એટલે બધે હતો કે સાંજ સુધી જરા પણ શાંતિ ન મળી. લોકેએ આગ્રહ કર્યો કઇ પ્રવચન આપવા માટે. આજે શું પ્રવચન આપી શકાય ? વિચારસરણી મંદ પડી ગઈ હતી. છતાં ‘દેવધર પ્રાગજીની ધર્મશાળા ”ના મેદાનમાં થોડા શબ્દોમાં અમારે સિંધમાં આવવાનો ઉદ્દેશ અને સાથે સાથે જરા ભવિષ્યને માટે ચિમકી લગાવી. મેં તે પ્રવચનમાં જે કહ્યું તેને ટુંકસાર આ છે –
“ આજે તમે મારું પ્રવચન સાંભળવા ઉત્સુક બની રહ્યા છે, પણ અમે જ્યારે કરાચી આવીશુ ત્યારે તમે અમને સાંભળવા માટે આટલી ઉત્સુક્તા હંમેશને માટે રાખશે કે કેમ ? એનો જવાબ આપશે. તે વખતે તમે એમ તે નહિ કહોને કે “સાહેબ, અમને વખત નથી મળતો. અમે કામ ધંધામાં ગુંથાઈ રહીએ છીએ ? ”
“ અમે કેવળ જેને ઉપદેશ આપવા નથી આવ્યા. બની શકે તેટલાં અશે ભગવાન મહાવીરની અહિંસાનો સંદેશ સિંધના ગામડે ગામડે પહોંચાડવા આવ્યા છીએ.
“ વ્યાખ્યાન સાંભળ્યા પછી તેને તમારા જીવનમાં ઉતારશે નહિં, ત્યાં સુધી કંઈ લાભ થવાનું નથી, તમે સુખી થવા ચાહતા હો તે બીજાને સુખી કરવા પ્રયત્ન કરે દુઃખીયાઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે. અમારામાં એવી શક્તિ નથી કે સિંધમાં અહિંસા પ્રચારનું મહાન કાર્ય હું અને મારા સાથીઓ કરી શકીએ, અમને પત્રકારના, શ્રીમન્તન અને સેવાભાવી યુવકેના સહકારની ઘણી જરૂર રહેશે. કરાચીમાં પ્રવેશ કર્યા અગાઉ તમારા તરફના સહકારની ભિક્ષા માગી લઉં છું. આ
મલીરથી ડિગડ અને ડિરોથી ગુજરાતનગર થઇને જન અને જૈનેતર સમસ્ત પ્રજાએ કરેલા સ્વાગત પૂર્વક અમે તા. ૧૦-૬-૩૭ સવારના સાત વાગે કરાચી શહેરમાં પ્રવેશ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org