________________
હૈદ્રાબાદથી કરાચી
[ ૧૦.
તરફથી પોતાના ગુરૂનાં દર્શન કરવાને અને ઉપદેશનો લાભ ઉઠાવવાને આતુરતા ધરાવનારા કરાચીના જૈન અને જૈનેતર ભાઈઓ અને બહેનોની ધીરજ પણ પૂરી થઈ હતી. અમારી મંડળીને દિનરાત એ વિચાર રહેતો કે કયારે કરાચી પહોંચીએ અને કરાચીવાસીઓને થતું કે જ્યારે મુનિરાજે પહોંચે ?
આ દરમિયાન એક ઘટના ઘટી.
જૂગશાહી મુકામે કરાચીથી આવેલા કેટલાક ભાઈઓ દ્વારા એ જાણુવામાં આવ્યું કે “અમે જ્યારે મલીર પહોંચીશું, ત્યારે કરાચીથી બે ચાર હજાર માણસ ઉતરી આવે, એવી સંભાવના છે, એટલું જ નહિ પરંતુ જે તેમ થાય તે કરાચીના સંઘે તે આવનારાઓનું ઉચિત આતિથ્ય કરવું જોઈએ.”
શ્રી સંઘને સંદેશ
જ કરી
અમને તે આ વાત ઘણીજ ભારે પડતી લાગી. મલીર કરાચી શહેરથી પંદર માઈલ દૂર. બે ચાર હજાર માણસો આવે, તો રેલ અને મોટરબસોમાં કેટલું બધું ખર્ચ થાય? અને વળી તે ઉપરાન્ત સંઘને, તે બધાઓના સત્કારમાં જે ખર્ચ થાય એ જુદુ. અમારે કરાચી પહોંચવાનું જ હતું. શું બે દિવસ પછી તેઓ દર્શનનો ને ઉપદેશનો લાભ લઇ ન શકે? બે દિવસ પહેલાં મળવાની ઉત્સુકતામાં સમાજના ઘરમાંથી હજારો રૂપિયાનો વ્યય થાય. એ અમને ઠીક ન લાગ્યું. અને કોઈપણ રીતે મલીરમાં લોકેનું આવવું ન થાય તો સારું, એવા ઈરાદાથી મેં નીચે પ્રમાણે એક પત્ર સંઘના સેક્રેટરી ઉપર લખ્યો. અને તે જાહેર કરી દેવાનું સૂચવ્યું –
મારા જાણવામાં આવ્યું છે કે-અલીરમાં કરાચીથી મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનનું દર્શનાર્થે આવવું થશે. જો કે એ તમારા તરફની ભક્તિ અને લાગણનું ચિફ છે, પરંતુ જે એમ થાય તે ઘણે માટે વ્યય કરાચીના સંધને થઈ જાય. ભલે તે વ્યક્તિગત ખર્ચ થતું હોય, પણ પરિણામે તે એ બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org