________________
હાલા
[૮૩
સ્ત્રિઓને વિષ
સ્ત્રિઓને પહેરવેશ ઘણુજ મર્યાદાવાળો અને આખા શરીરને ઢાંક. નારો છે, પરંતુ સ્ત્રિઓના હાથમાં કાંડાથી લઈને ઠેઠ બગલ સુધી પહેરાતા હાથીદાંતના ચૂડા બહુ આશ્ચર્ય અને વિચિત્ર દેખાવ રજુ કરે છે. નાનામાં નાની બબે વર્ષની છેકરીઓને પણ હાથીદાંતની ચૂડીઓ પહેરાવવામાં આવે છે. પગમાં કડિયો, સોડા અને લંગર-એ ત્રણની લગભગ અઢીસે તોલા જેટલી ચાંદી ઉપાડે છે. સ્ત્રિ જે ઘાઘરો પહેરે છે, તે લગભગ ૨૬-૨૭ વાર કપડાનો હોય છે; છતાં પગના ઢીંચણથી નીચેનો થોડોક ભાગ તે જરૂર ઉઘાડેજ રહે છે. ચોળી પહેરે છે, ને પેટ અધું ઢાંકેલું હેય છે. પેટને ઢાંકવા માટે એક કપડું ચાળી સાથે લટકતું રહે છે. એાઢણ ઘણે ભાગે બે ઓઢે છે. નાકમાં નથડી અને બુલાં પહેરે છે. બુલ્લાં નાકનાં બે નસકેરાંની વચમાં છેદ કરીને પહેરે છે. આ બંને આભૂષણો લટકતાં રહે છે. ખુલ્લાં એ મુસલમાની રિવાજની નિશાની છે. ગળામાં રોજને માટે ત્રણ ચાર સળની “દેહરી પહેરે છે. દાણા દાણુંવાળી “તીમણુયા” અને “છટરા” પણ પહેરે છે. વાળ ગૂંથવામાં ખૂબી વાપરે છે. બે ભ્રમરને ખાલી રાખીને ઠેઠ કપાળ સુધી, વાળમાં મીણ નાખીને ગૂંથે છે. નાની છોકરીઓથી લઈ મોટી સુધી બધી બાઈઓ લગભગ હેઠને રંગે છે.
આ જન બહેનો જૈન મહોલ્લાથી બહાર નીકળતી નથી. વરઘોડા વિગેરેમાં પણ જતી નથી. મંદિર મહોલ્લાની અંદર જ છે. એટલે મંદિર ઉપાશ્રયે જવામાં વાંધો આવતો નથી. એકજ મહેલ,
સાત હજાર માંસાહારીઓની વચમાં અને તેમાં મોટે ભાગે મુસલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org