________________
૮૨]
મારી સિંધયાત્રા
લેકેની શ્રદ્ધા
આ દેશના લોકો માંસાહારી હોવા છતાં દિલના શ્રદ્ધાળુ અને જિજ્ઞાસાવૃત્તિવાળા હોય છે. ગામમાં અમુક સ્થળે સાધુ આવ્યા છે, એવું સાંભળતાની સાથેજ મીઠાઇ અને પતાસાં લઈને આવે છે. જ્યારે તેઓ એમ જાણે કે અમે લેકે એવી રીતની કંઈ ચીજ ભેટમાં લેતા નથી; અને એક્કા, ગાડી, રેલમાં બેસતા નથી; પૈસે ટકે રાખતા નથી. અને સગી માતાને પણ સ્પર્શ કરતા નથી, ત્યારે તો એમના આશ્ચર્યનો પાર ન રહે.
હાલામાં જેને
સિંધમાં સ્થાનિક અને જૂના વખતના જૈનોનું કેઈ સ્થાન છે, તે તે આ હાલા છે. બે ત્રણ માઈલના અંતરે જ “જૂનું હાલા” ને “નવું હાલા” એમ બે ગામ છે. જૈનેની વસ્તી નવા હાલામાં છે. આ હાલામાં લગભગ સાતેક હજાર માણસોની વસ્તી છે. જેમાં ચાર હજાર મુસલમાને ને ત્રણ હજાર હિંદુઓ છે. હિંદુઓમાંથી જૈનોના ચાલીસ ઘરની ૧૭૫-૨૦૦ માણસની વસ્તી બાદ કરીએ, તો બાકીની બધી યે હિંદુ પ્રજા પણ માંસાહાર કરનારી છે. એમાં કોઇ “વૈષ્ણવ” થઈ ગયું હોય, તો તે અપવાદ બાદ,
- ખાસ કરીને પાલી અને જેસલમેરથી આ લોકે આવેલા છે. અહિં એક મોટું ધનાઢય જૈન કુટુંબ છે. કહેવાય છે કે તે રાધનપુરથી આવીને વસેલું છે. જો કે તેમને કોઈ જાતનો સંબંધ ત્યાં સાથે રહેલો નથી. સેંકડો વર્ષોથી જુદે જુદે સ્થાનેથી આવીને વસવા છતાં હાલાના જૈનેની પાઘડીઓ એમના મૂળ વતનની ઓળખાણ કરાવી રહી છે. પાલીથી આવનારાઓની પાલીશાહી, જેસલમેરથી આવનારાઓની જેસલમેરી. સર્વસાધારણ રીતે જે લોકે પાઘડી પહેરે છે તે સિંધની કે બીજા દેશોની પાઘડીઓથી નિરાલી છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org