________________
૭૮ ]
મારી સિંધયાત્રા
-
-
-
- -
- -
ચાલથી નીચું જોઈને સીધે ચાલ્યો જતો હતો. આગળ પાછળ કોઈ માણસ ન હતું. અકસ્માત પાંચ શિકારી કુતરાંએ આવીને મને ઘેરી લીધો. કુતરાં એવાં ડાકી અને ભયંકર હતાં કે એકજ બચકુ ભરતાં માણસ લાંબો થઈ જાય. ઉછળી ઉછળીને મારા શરીર ઉપર હુમલો કરે. મારે આ વખતે મારે બચાવ કરવાનો હતો, પંદર વીશ મીનીટ સુધી કુતરાં મારી ચારે તરફ હુમલો કરતાં રહ્યાં અને હું બચાવ કરતો રહ્યો. ગુરૂદેવની કૃપાથી કુતરાંઓ પિતાના હુમલામાં ન ફાવી શક્યાં. બરાબર આ વખતે મૃત્યુ મારી સામે તરવરતું હતું. એક કુતરાએ એક પગ પકડીને જે નાચે પટકી દીધો હોત, તે પાંચે કુતરાને મારું શરીર ખલાસ કરતાં વાર ન લાગત. કુતરાને જરા પણ માર્યા વિના હું મારે બચાવ મારી પાસેના દંડાથી કરી રહ્યો હતો. જન સાધુઓ હાથમાં દાંડે શા માટે રાખે છે? એને જવાબ આજનું આ દશ્ય જોનારને હેજે મળી જતો હતો. બીજાને નુકસાન પહોંચાડ્યા વિના પણ દાંડાથી “આત્મરક્ષા” કેવી થઈ શકે છે, અને સમય ઉપર કેટલી હિમ્મત રહે છે, એ આજે ખૂબ સમજાયું. થોડી વારમાં એક જંગલી માણસ દેડતો આવ્યું અને બીજી તરફથી અમારી સાથેના ગૃહસ્થો પૈકીના કરાચવાળા ભાઈ ચતુર્ભુજ ઉંટ ઉપર તે સ્થાને પહોંચી ગયા. કુતરાં કુતરાને રસ્તે પડયાં અને અમે અમારે રસ્તે પડયા.
લુવાણા વાણિયા
- આ તરફના હિન્દુઓ પિતાને “વાણિયા' તરીકે ઓળખાવે છે. કેવા વાણિયા? તો એ લુવાણ તરીકે કહે છે. લુવાણુ, સોની, એ લોકેની વસ્તી લગભગ દરેક ગામમાં છે, પરંતુ તે બધા યે મચ્છી-માંસ-પલે ઉડાવનારા. એટલું જ નહિ પરંતુ કેટલાક વાણિયા પોતે મછી-માંસનો વેપાર પણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org