________________
માલાણી
[ ૬૩
પાળની આજ્ઞામાં હતો. એ શિલાલેખમાં ગુજરાતના કેટલાક સોલંકી વંશના રાજાઓનાં મહારાજા કુમારપાળ સુધીનાં નામે આપેલાં છે. વિશિષ્ટ વ્યક્તિઓ
અમે બાડમેર ગયા, ત્યારે ત્યાંના હાકીમ મગરૂપચંદજી ભંડારી હતા. આ મહાનુભાવ એટલા બધા સહદય, કાર્યકુશલ, શાંત અને પ્રામાણિક છે, કે તેમની આખા સ્ટેટમાં ઘણી તારીફ છે. હમણાં તો તેઓ જોધપુરમાં સીટી કોટવાલના સૌથી મોટા હોદ્દા પર છે. આવી જ રીતે બાડમેર સ્ટેશનના સ્ટેશન માસ્તર મનમોહનચંદજી ભંડારી પણ બહુ સજજન દરેક શુભપ્રવૃત્તિમાં ઉત્સાહથી ભાગ લેનારા છે. થાણેદાર કિશોરમલજી, રીડર પોલીસ સુપ્રીટેન્ડેન્ટ મામલજી, કસ્ટમ પિત્તદાર માનચંદજી, સરકારી ડોકટર સંપતલાલ, હેડકોન્ટેબલ પિલીસ બહાદુરમલજી-એ બધા યે અધિકારીઓ જેન હતા, અને તેમણે અમારી પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. શહેરના આગેવાન જેમાં શેઠ વ્રજલાલજી, શેઠ અમલખચંદજી, જુહારમલજી અને બાઈઓમાં કુલીબાઈ ઘણાંજ ભક્તિભાવવાળાં છે. - અહિંના યતિ શ્રીનેમિચંદજી સારા વિદ્વાન અને સજન માણસ છે. તેમની પોતાની લાયબ્રેરીમાં હસ્તલિખિત પુસ્તક ભંડાર પણ સારે છે. - બાડમેરમાં પાંચ જૈન મંદિર છે. લગભગ સત્તરમી સદીથી પહેલાનાં હેય, એમ જણાય છે. અંચળગછનું મંદિર પહાડીની ટેકરીમાં ઘણું ઉંચુ છે. આખા ગામનું દશ્ય અહિંથી સુંદર રીતે દેખાય છે.
બાડમેર મારવાડનું એક પરગણું હોવા છતાં, મારવાડની ભાષામાં અને અહિંની ભાષામાં થોડું અંતર છે. અહિંની ભાષામાં સિંધી, મારવાડી અને ગુજરાતીનું મિશ્રણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org