________________
માલાણી
[૫૯
યાત્રા કરવા જનારા જન યાત્રાળુઓને બાડમેરથી જેસલમેર જવું વધારે અનુકૂળ થાય છે. ઘણું લોકે અહિંથી જ જાય છે. કોઈ કોઈ સાધુ સાધ્વીઓ પણ આ રસ્તે જાય છે.
કહેવાય છે કે-જના બાડમેરનો નાશ થયા પછી વિ. સં. ૧૮૦૧ માં રાવત તાજી દ્વારા આ ગામ વસાયું હતું. પરન્તુ, આ વાત કયાં સુધી સાચી છે, એ કહી શકાતું નથી. કારણ કે અહિંના જુનાં જૈનમંદિરે પૈકીના કેઈ કઈમાં આથી પહેલાંના શિલાલેખો વિદ્યમાન છે.
બાડમેરની આવક ત્રણસે જાગીરદારે વહેચી લે છે. જેમાં પાંચ મુખ્ય છે. આ જાગીરદારને “રાવત’નું બિરૂદ છે. હવે આવક એટલી બધી ઘટી ગઈ છે કે બિચારા “રાવતે ' હવેલીઓ છેડી છોડીને ગામડાઓમાં ચાલ્યા ગયા છે. બાડમેરની ટેકરી ઉપર અનુક્રમે ચઢ-ઉતર બનેલી હવેલીઓનું દશ્ય ઘણું જ સુંદર લાગે છે,
કહેવાય છે કે સં. ૧૮૮૯માં બ્રીટીશ ગવર્નમેન્ટની ફેજે આવીને બાડમેર લૂંટયું હતું અને બાડમેરના કેટલાક જાગીરદારોને પકડી કાઠિયાવાડમાં રાજકોટ લઈ જઈ નજરકેદ રાખ્યા હતા. પછી કચ્છ ભૂજના દરબારે જામીન થઈ તેમને છોડાવ્યા હતા. તે પછી સં. ૧૮૯૨માં આ પરગણું ફરીથી જોધપુરની સત્તા નીચે આવ્યું. સર પ્રતાપસિંહજીની કાર્યકુશળતાનું આ પરિણામ હતું, તેથી માલાણું પરગણુમાં ગવાય છે
વિધવિધ રાજી રાખીયા અંગ્રેજોને આપ માલાની પાછી લીની, માત લહે પરતાપ
આ
મુખ્ય પરગણાં
બાડમેર પરગણામાં મેટા ઠેકાણાં પાંચ છે. જસોલ, સણાદરી, બાડમેર, ગુડા અને નગર. આ પાંચે ઠેકાણુના જાગીરદારે સેનાનવીસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org