________________
૫૮]
મારી સિધિયાત્રા
માન પગથી માથા સુધી કાળાં લૂગડાં પહેરેલો, ખંભે બંદુક નાખેલી, એક સ્ત્રી સાથે સામેથી આવે. વેષ ઉપરથી સિંધી મુસલમાન છે, એ નિર્ણય કરવામાં વાર લાગે તેમ ન હતી. બહુ નજદીક આવતાં અને એની આકૃતિ બરાબર જોતાં કંઇક છેડે ક્ષોભ થયો. હું એકલો હતો, મારી પાસે સિવાય કે થોડાંક વસ્ત્રો બીજું લેવાનું એને શું હતું ? મને લાગ્યું કે એની સાથે કંઈક વાત છેડીએ. મેં પૂછ્યું – “તમે મુસલમાન છે ?' તેણે કહ્યું કે “હા.’ મેં પૂછ્યું કે “તમે ગોસ્ત ખાઓ છો?” જવાબ–“હા.” મેં પૂછયું – “કુરાને શરીફમાં ગોસ્ત ખાવું જાયજ માનવામાં આવ્યું છે?” તેણે કહ્યું “ના.'
કુરાને શરીફનું નામ સાંભળતાં મને જણાયું કે તે બહુ ખુશી થયો. તે પછી તે લગભગ અર્ધો કલાક મારી અને તેની મીઠી વાત થઈ અને તેણે અને તેની સ્ત્રીએ ખુદાના સેગંદ પૂર્વક માંસ-મછલીનો ત્યાગ કર્યો.
અમારી આ મુસાફરીમાં આવા સેંકડે પ્રસંગો સાંપડયા છે, પરંતુ તે બધાનો ઉલ્લેખ કરવો આ સ્થળે અશક્ય છે. નવું બાડમેર.૧
- માલાણું પરગણાનું મુખ્ય નગર બાડમેર છે. એ પહેલાં કહેવામાં આવ્યું છે, અત્યારનું “બાડમેર એ એક પહાડની ટેકરી નીચે નવું વસાએલું ગામ છે. જોધપુરલાઈનનું આ મોટું સ્ટેશન છે. વ્યાપારનું મોટું મથક છે. અહિંથી જેસલમેર ૧૧૦ માઈલ થાય છે. જેસલમેરની
૧ જૂના અને નવા બનને આડમેરના સબંધમાં બે લેખો મારા સ્વ. શિષ્ય મુનિશ્રી હિમાશું વિજયજીએ લખ્યા હતા. આ બંને લેખે મારા સંપાદિત કરેલા “ શ્રી હિમાશુવિજયજીના લેખે” એ નામના પુસ્તકમાં પ્રકટ થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org