________________
પ૬]
મારી સિંધયાત્રા
मानना नही, तुम्हारा धर्म पूजेरोंका मीटकर अब स्थानक का છે જયા..
બસ. સમક્તિનું પૂછડું વળગાડીને મહારાજ તે ચાલતા થયા. હવે બિચારા જંગલમાં રહેનારા આ ભોળા જીવને “સમગત’નું બિલાડુ સંભાળવાનું રહ્યું.
એક સ્ટેશન પર એક વાણી મળ્યું. તેણે કહ્યું–બાપજી છેડા વખત ઉપર હોં ઉપર મુહપત્તિ બાંધેલા મહારાજે આવ્યા હતા. એમણે મને “સમગત” આપી અને કહ્યું કે- અમારા સિવાય બીજા સાધુઓને તમારે માનવા નહિ. તો હવે હું આપને ગોચરી આપું, એમાં મને પાપ તો નહિ લાગે મેં એને કહ્યું –“ભાઈ તમે ગોચરી આપો, કે ન આપે એની ચિંતા નથી, પણ તમે “ સમગત' લીધી છે, એ વસ્તુ શી છે? એ તમારે આપનાર પાસેથી સમજવી જોઈતી હતી.”
એમ કહીને પછી વસ્તુસ્થિતિ સમજાવી. ધર્મથી અનભિજ્ઞ, જંગલી જીવન ગાળનારા આવા ભોળા લોકમાં “સમગત' (સમક્તિ)નો વ્યાપાર કરવા નિકળનારા મહાત્માઓએ સમજવું જોઈએ કે–સમક્તિ” તે આમ આપ્યાં અપાતાં હશે ? શું એ ગૂંગળી મૂળા જેવી વસ્તુ છે કે એનાં ગાડાં ભરીને બજારમાં વેચી શકાય? કેવી મનોદશા ! કેવી સંકુચિત વૃત્તિ ! કેવી સામ્પ્રદાયિકતાનો નશો ! નિર્દોષ જીવન
આ દેશના લોક સંસ્કારવિહીન હોવા છતાં શહેરી જીવનનું મૂઠ, કપટ અને કાવાદાવા એમને સ્પર્યા નથી. ગમે તેવા માણસને ગમે તે વાત પૂછો. કહેવા જેવી હશે તે તે સાચે સાચી જ કહેશે. રસ્તે ચાલતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org