________________
સૂરીશ્વર અને સમ્રા,
પિતાના ભાઈએ આપેલ કષ્ટને બદલે વાળવામાં તેણે પણ કઈ કમ દયા (1) ખેતી કરી. જ્યારે હુમાયુને દિલીની ગાદી પ્રાપ્ત કરી અને કામરાન તેના કબજામાં આવ્યું, ત્યારે કામરાનને તેણે કેદ કર્યો, એટલું જ નહિ પરંતુ તેની આંખે ઊડી નાખી અને તેમાં લીંબુ અને મીઠાને રસ નાખીને કામરાનને અસાધારણ કષ્ટ આપ્યું. તે ઉપરાન્ત આવી જ અવસ્થામાં તેને મક્કા એકલી દીધે. આવી રીતે બીજા ભાઈ અસ્કરીને પણ ત્રણ વર્ષ કેદમાં રાખી મક્કા તરફ રવાના કર્યો.
હાય! લેભાવિષ્ટ મનુષ્ય શું નથી કરી શકતા? લાખે. મનુષ્યના ઉપર આધિપત્ય ભેગવવાનું કાર્ય કરનાર, ડાહ્યા ગણાતા મનુષ્ય પણ આવી ભૂલ કરે છે, આવી નિર્દયતાઓ વાપરે છે, એ કેને પ્રતાપ! એક માત્ર લેભનેજ, બીજા કેઈને નહિં.
ઈ. સ. ૧૫૫૧ માં જ્યારે હિંડાલ (હુમાયુનને ભાઈ) મરણ પામ્યું, ત્યારે ગિજની અને તેની આસપાસને મુલક, કે જેના ઉપર હિંડલ રાજ્ય કરતો હતો, અકબરને સોંપવામાં આવ્યું. વળી આજ હિંડાલની દીકરી રૂકૈયાબેગમનું અકબર સાથે લગ્ન પણ થયું હતું. તે પ્રદેશની દેખરેખ અકબર પિતે રાખતે અને તેના ઉપરની દેખરેખ માટે બીજા હોશીયાર માણસે રોકવામાં આવ્યા. કહેવાય છે કે અહિ તે માત્ર તે છ મહીના સુધી જ રહ્યો હતે.
અકબર બાલ્યાવસ્થાથી જ મહાત્ તેજસ્વી અને બહાદુર હતે. ગમે તેવા તેપના ભડાકા, તેને દિવાળી ઉપર ફડાતાં ફટાકીયાં જેવા લાગતા. તેના કુદરતથી બક્ષીશ મળેલા વીરતાના અને શિયના ગુણે છુપા રહ્યા હતા. કંઈ પણ સમજવા લાગે ત્યાર થી જ તે યુદ્ધાદિ કાર્યોમાં તેના પિતાને સહાય કરવા લાગ્યા હતા. આનું એકજ દષ્ટાન્ત જોઈએ.
એક વખત હુમાયુને બૈરામ ખાનને સાથે લઈ પાંચ હજાર ઘોડેસ્વારે સાથે કાબુલથી પ્રયાણ કર્યું. ત્યાંથી પંજાબમાં સહિ. ૬ના જંગલમાં આવતાં જ સિકંદરસૂરની સેના સાથે તેને અથડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org