________________
સસાપરિચય
A NE
મારા પુત્રના યશરૂપી સુગંધથી આ પૃથ્વી સુવાસિત-સુગધીવાળી થાઓ.”
અકબરની જન્મતિથિના સંબંધમાં વિદ્વાનેમાં બે મત છે. કેટલાકનું કથન છે કે- અકબરને જન્મ તા. ૧૫ મી અકસ્મર ઈ. સ. ૧૫૪૨-રવિવારને દિવસે થયે હતું પરંતુ વિન્સેન્ટ એ. સ્મીથ સપ્રમાણ જાહેર કરે છે કે-“ યદ્યપિ, અકબરને જન્મ તે તા. ૨૩ નવેમ્બર ૧૫૪૨ ને ગુરૂવારે થયે હતું, પરંતુ પાછળથી તે તારીખના બદલામાં તા. ૧૫ મી અકટેમ્બર રવિવારને દિવસ જાહેર કરવામાં આવ્યું હતું. આવી રીતે જેમ તેની જન્મતિથિને ફેરવવામાં આવી હતી, તેવી રીતે તેનું નામ “બદરૂદ્દીન મુહમ્મદ અકબરના બલે “જલાલુદ્દીન મુહમ્મદ અકબર જાહેર કરવામાં આવ્યું હતું.” આમ કહેવામાં તેઓ પ્રમાણ એ આપે છે કે-અકબરનું નામ પાડતી વખતે જ હાજર રહેનાર હુમાયુનના વિ- શ્વાસુ જૌહર નામના મનુષ્ય પોતાની નેંધબુકમાં પૂર્વોકત તિથિ અને નામજ લખ્યું છે. ગમે તે હે, પરંતુ પ્રસિદ્ધિમાં તે અકબરનું પૂરું નામ “ જલાલુદ્દીન મુહમ્મદ અકબર” અને તેની જન્મ તિથિ તા. ૧૫ અકટેમ્બર ઈ. સ. ૧૫૪૨ રવિવારજ આપેલાં છે. અસ્તુ, મહટાઓની હેટાઈમાં કંઈ તે વૈચિત્ર્ય હોવું જ જોઈએ. '
આપણે પહેલાં જોઈ ગયા તેમ, અકબર બાબરને પત્ર થાય છે અને બાબર, તૈિસૂર કે જે તક હતું, તેનાથી પાંચમી પેઢીએ થયે હતે, સુતરાં, અકબર પિતૃપક્ષમાં તુર્ક હતું, અને તે તૈમૂરલિંગથી સાતમી પેઢીએ થયે હતે.
અકબર પાંચ વર્ષને થયે, ત્યારથી જ તેની શિક્ષાને માટે હુમાયુને પ્રબંધ કર્યો. પ્રારંભમાં તેને ભણાવવાને માટે જે શિક્ષક રાખવામાં આવ્યું, તેણે અકબરને અક્ષરજ્ઞાન ન કરાવતાં કબૂતરને પકડવાનું અને ઉડાવવાનું જ્ઞાન આપ્યું. એક પછી એક ચાર શિક્ષકે તેને ભણાવવાને માટે રહી ચૂકયા, પરંતુ અકબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org