________________
સમ્રા-પરિચય,
- -
- -
-
-
- -
-
-
-
-
-
-
-
હુમાયુનને પિતાનાં મહાન કષ્ટને અંત આવવાની કંઈક ઝાંખી અહિં થવા લાગી. નિદાન, અમરકોટમાં પ્રવેશ કરતાં જ, ત્યાંના હિંદુ રાજા રાણાપ્રસાદને અંતઃકરણમાં, એક રાજવશીય અતિથિની દુર્દશા દેખી દયાને સંચાર થયે. તેનું હૃદય હુમાયુનને દુઃખી દેખી ગદગદ થઈ ગયું અને તેથી હુમાયુનને તેણે પિતાને ત્યાં આશ્રય આપે, એટલું જ નહિં, પરંતુ હુમાયુનનું દુઃખ કેમ દૂર થાય, એને માટે તે પિતાથી બનતા યત્ન કરવા લાગે. આ મનુષ્યના આર્યત્વને શું સમૂળગો નાશ કઈ દિવસ થયે છે? “એક વિદેશી મુસલમાન રાજવંશીય પુરૂષને આપણે શા માટે આશ્રય આપે ?” એ કઈ પણ વિચાર કર્યા સિવાય અમરકોટના હિંદુ રાજાએ ખરેખર હુમાયુનને જીવિતદાન આપ્યું, એમ કહીએ, તે પણ અત્યુકિત તે નહિંજ ગણાય. હુમાયુનને પિતાના ભાગ્યના તેજસ્વી કિરણોના દર્શન આ પ્રમાણે ઈ. સ. ૧૫૪૨ ના ઓગસ્ટ મહીનાથી થવા લાગ્યાં.
અમરકોટના રાજાએ હુમાયુનને સારા સત્કાર કર્યો, આશ્વાસન આપ્યું એટલું જ નહિં પરંતુ તેણે એ સલાહ પણ આપી કે “મારા બે હજાર ઘેડેવારે અને મારા મિત્ર સરદારના હાથ નીચેના ૫૦૦૦ માણસ લઈને તમે ઠંદુ અને બખર પર ગણુઓ ઉપર ચઢાઈ કરે.” હુમાયુને આ સલાહ માન્ય રાખી અને ૨૦ મી નવેમ્બરે બે ત્રણ હજાર માણસે સાથે તેણે રસ્થાન કર્યું. આ વખતે તેની સ્ત્રી હમીદાબેગમ સગર્ભા હોવાથી તેને અમરકેટમાં જ રાખવામાં આવી.
હુમાયુનના વિદાય થયા પછી થોડા જ વખતમાં હમીદાબેગમે હિંદુ રાજાના ઘરમાં ઈ. સ. ૧૫૪ર ના નવેમ્બરની ૨૩ મી તારીખને ગુરૂવારે પુત્રને જન્મ આપે. આ વખતે હમીદાબેગમની ઉમર માત્ર ૧૫ વર્ષની જ હતી. પુત્રનું નામ બદરૂદ્દીન મુહમ્મદ બાબર એવું રાખવામાં આવ્યું. આ પ્રમાણેનું નામ પાડવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org