________________
સુરેશર અને સાયા
પરિશિષ્ટ ૨
ફરમાન ન. ૬ ને અનુવાદ.
અલ્લાહુ અકબર, ગુરૂદીન મહમ્મદ જહાંગીર બાદશાહ ગાજીનું ફરમાન. હમેશાં રહેવાવાળું આલીશાન ફરમાન, કે જે તા. ૧૭ રજબ- ઉલ મુરજજબ હી. સન ૧૦૨૪ નું છે, તેની નકલ.
હવે આ ફરમાન આલીશાનને પ્રકટ અને પ્રસિદ્ધ કરવાના મહવને પ્રસંગ પ્રાપ્ત થશે. એમ ફરમાવવામાં આવે છે કે, માપણી કરેલી દસ વીઘા જમીન, ખંભાતની નજીકના ચેરાસી પરગણાના મહમદપુર (અકબરપુર) ગામમાં નીચે લખ્યા પ્રમાણે ચંદ્ર સંઘવીને માટે મદદે-મુઆરા નામની જાગીર ખરીફના પ્રારંભન શકાનઈલ (જુલાઈ) મહીનાથી કાયમને માટે આપવામાં આવે, જેથી તેની ઉપજને ઉપયોગ દરેક ફસલ, દરેક સાલ પિતાના ખર્ચને માટે તે કરે અને અનન્ત બાદશાહી અખલિત રહેવાને માટે તે પ્રાર્થના કરતા રહે.
હાલના અને હવે પછીના અધિકારિયે, તલાટિયે, જાગીર દારે અને માલના ઠેકેદાને માટે ઉચિત છે કે, તેઓ આ પવિત્ર અને ઊંચા હુકમને હમેશાં ચાલુ રાખવાનો પ્રયત્ન કરે. ઉપર લખેલા જમીનના ટૂકડાની માપણી કરીને અને તેની મર્યાદા બાંધીને તે જમીને તે ચંદ્ર સંઘવીના તાબે કરે, અને તેમાં કોઈપણ જાતને ફેરફાર યા અદલા બદલી ન કરે, તેને તકલીફ ન આપે, તેમ તેની પાસેથી, કેઈપણ કારણને માટે કંઈ પણ વસ્તુની માગણી ન કરે, જેમકે-પ બનાવવાનું ખર્ચ, નજરાણું, માપણીનું ખર્ચ, જમીન
ચંદ્ર સંઘવી અને આમાં ઉલ્લેખેલ શ્રીવિજયસેનસૂરિના સ્તૂપ માટે બાદશાહે આપેલી ૧૦ વીઘા જમીનની હકીકત માટે જૂઓ આ પુસ્તકનું પુ. ૨૩૬.
-
-
---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org