________________
કરી ફરમાનથી વિરૂદ્ધ વર્તવું નહિ અને આડે માર્ગે જવું જોઈએ નહિં. એ ફરજ જાણવી જોઈએ.
નમ્રમાં નમ્ર અબુલઆરના લખાણથી અને મહરિની નેપથી.
૧ અબુલખેર, એ શેખ મુબારકને પુત્ર અને શેખ અબુલફજલને ભાઈ થતો હતો. તે હી. સ. ૮૬૭ ના જમાદીઉલ અવ્વલની બીજી તારીખે ( આઈન ઈ. અકબરીમાં લખ્યા પ્રમાણે ૨૨ મી તારીખે ) જ હતો. તે ઘણે બાહોશ અને ભલો માણસ હતા. જીભ ઉપર તેણે સારે કાબુ મેળવ્યા હતા. અબુલફજલે લખેલી ચીકી ઉપરથી માલુમ પડે છે કે બીજા ભાઈઓ કરતાં આની સાથે તેને વધારે સારે સંબંધ હતે. અબુલફજલના સરકારી કાગળ ઘણે ભાગે આના જ હાથમાં રહેતા અને લાયબ્રેરીની દેખરેખ પણ આજ રાખો. વધુ માટે જુઓ-દરબારે અકબરી પૃ. ૩૫૫-૩૫૬ તથા આઈન-ઈ-અકબરીના પહેલા ભાગમાં આપેલ અબુલફજલનું જીવનચરિત્ર. પૃ. ૩૩
૨ મહમુદસદ, તે સુજાતખાન શાદીબેગને છેક હતા, પરંતુ શેખ ફરીદે તેને દત્તક લીધો હતો. કારણ કે શેખ ફરીદને કઈ છોકરો નહિ હતા, તેમ તેની પુત્રી પણ નિર્વશજ મરણ પામી હતી. આના સિવાય મીરખાન નામના એક યુવાનને પણ શેખ ફરીદે દત્તક લીધું હતું. એટલે મહમુદસૈદ અને મીરખાન બને ભાઈ થતા હતા. તેઓ બન્ને આડંબરથી રહેતા અને બાદશાહની પણ પરવાહ નહિં કરતાં તેઓ રંગીન ફાનસ અને મશાલથી શણગારેલી હોડીમાં બેસી નિ:શંકપણે બાદશાહના મહેલ પાસે થઈને નિકળતા. ઘણી વખત જહાંગીરે તેમ કરવાની મનાઈ કરી હતી, છતાં જ્યારે તે પ્રવૃત્તિ બંધ નજ કરી ત્યારે જહાંગીરની સૂચનાથી મહાબતખાને એક માણસ મોકલીને મીરખાનને મારી નંખાવ્યો હતો. શેખ ફરીદે આથી બાદશાહ પાસે મહોબતખાનને મારવાની માગણી કરી હતી, પરન્તુ મહાબતે કેટલાક આબરૂદાર સાક્ષીઓ મેળવીને એવું કહેવડાવ્યું કે-મીરખાનને મેં નહિં, પરંતુ મહમ્મદ સિદે જ મારી નાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org