________________
પરિશિષ્ટ ગ,
-
-
-
-
ગામમાં કેટલીક પ્રતિષ્ઠાઓ પણ કરી હતી. આ બધી બાબતે, મેટી ખાખર (કચ્છ) ના શત્રુંજયવિહાર નામના જૈન મંદિરની અંદરને શિલાલેખ (જે મુનિરાજશ્રી હંસવિજયજી વિરચિત પ્રશ્નોત્તર પુષ્પમાલા” નામના પુસ્તકના પૃ. ૧૫૫ માં છપાય છે) અને આજ વાત વિવેકહર્ષના શિષ્ય મહાનંદે સં. ૧૯૬૦માં રાયપુરમાં બનાવેલ “અંજનાસુંદરીરાસ પણ પુરવાર કરી આપે છે.
આ વિવેકહર્ષને “માનનારાકુવરી “ ના કર્તા શ્રીયુત રામલાલજીગણિ ખરતરગચ્છના સાધુ તરીકે ઓળખાવે છે. ( જૂઓતે પુસ્તકની પ્રસ્તાવનાનું પૃ. ૬ તથા પુસ્તકનું પૃ. ૫૦-૬૦ ) પરંતુ આ વાત ઇતિહાસથી બિલકુલ વિરૂદ્ધ છે. મેટી ખાખર (કચ્છ) ના મંદિરના જે શિલાલેખને ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે, તે, અને પ્રસ્તુત ત્રીજા નંબરનું ફરમાન ખુલ્લી રીતે બતાવી આપે છે કે તેઓ તપાગચ્છીય સાધુ હતા. વળી વિવેકહષની બનાવેલી કવિતાઓ પણ તેમને તપાગચ્છના સાધુ તરીકે જ પુરવાર કરે છે. તેમણે બનાવેલી “રવિજયરિ સાય” ની અંતમાં લખ્યું છે –
“ જસ પદ પ્રગટ પ્રતાપ ઉગે વિજયસેન દિવાકરે, - કવિરાજ હર્ષાણુંદ પંડિત “વિવેકહર્ષ સુëકરો. ”
ઉપરની કડી ઉપરથી તેઓ તપછાચાર્ય શ્રી વિજયસેનસરિની આજ્ઞામાં રહેનાર અને હર્ષાનંદ કવિના શિષ્ય હતા, એ ચોક્કસ થાય છે. આ સિવાય તેમણે “પત્રણ પ્રકાશ ' નામનો ગ્રંથ ભાષામાં કવિતાબદ્ધ લખ્યો છે. તેની અંતમાં પણ તેઓ પિતાને તપાગચ્છનાજ બતાવે છે. આ સિવાય તેમણે વીજાપુરમાં વિ. સં. ૧૬૫ર માં હીરવિજયસૂરિ રાસ બનાવ્યો છે, કે જે હાનો છે. તેમાં પણ પિતાને તપાગચ્છના અનુયાયી બતાવે છે. વધારે આશ્ચર્ય જેવું તે એ છે કે-શ્રીયુત રામલાલજી ગણિએ વિવેકહર્ષને ખરતરગચ્છના સાધુ તરીકે ઓળખાવવા જતાં વિવેકહર્ષના બદલે વેપાઉં નામ આપવાની પણ હેટી ભૂલ કરેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org