SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ક. પરિશિષ્ટ - ફરમાન નં. ૧ ને અનુવાદ અલ્લાહુ અકબર જલાલુદ્દીન મુહમ્મદ અકબર બાદશાહ ગાજીનું ફરમાન. અલ્લાહુ અકબરના સિક્કા સાથે શ્રેષ્ઠ ફરમાનની નકલ અસલ મૂજબ છે. મહાન રાજ્યને ટેકે આપનાર, મહાન રાજ્યના વફાદાર, સારા રવભાવ અને ઉત્તમ ગુણવાળા, અજિત રાજ્યને મજબૂતિ આપનાર, શ્રેષ્ઠ રાજ્યના ભરાસાદાર, શાહી મહેરબાનીને ભેગવનાર, રાજાની નજરે પસંદ કરેલ ઊંચા દરજાના ખાનના નમૂના સમાન સુબારિજજુદ્દીન (ધર્મવીર ) આઝમખાને બાદશાહી મહેરબાનીઓ અને બક્ષીસેના વધારાથી શ્રેષ્ઠતાનું માન મેળવી જાણવું – જુદી જુદી રીતભાતવાળા, ભિન્ન ધર્મવાળા, વિશેષ મતવાળા અને ભિન્ન પંથવાળા, સભ્ય કે અસભ્ય, ન્હાના કે મોટા, રાજા કે રંક, અથવા દાના કે નાદાન-દુનિયાના દરેક દરજા કે જાતના લેક, કે જેમાંની દરેક વ્યક્તિ પરમેશ્વરના નૂરને જાહેર થવાની જગ્યા છે, અને દુનિયાને પેદા કરનારે નિર્માણ કરેલ ભાગ્યને જાહેર થવાની અસલ જગ્યા છે, તેમજ સુષ્ટિસંચાલક (ઈશ્વર) ની અજાયબી ભરેલી અનામત છે, તેઓ, પોતપોતાના શ્રેષ્ઠ માર્ગમાં દઢ રહીને તથા તન અને મનનું સુખ ભેગવીને પ્રાર્થના અને નિત્યક્રિયાઓમાં તેમજ પિતાના દરેક હેતુઓ પ્રાપ્ત કરવામાં લાગેલા રહી, શ્રેષ્ઠ બક્ષીસ કરનાર (ઈશ્વર) તરફથી અમને લાંબી ઉમર મળે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy