________________
સૂરીશ્વર અને સમ્રા.
જે મનુષ્ય પોતાના જીવનની કંઈ પણ સાર્થકતા કરતું નથી, તેને “હાય, શું થશે? “હાય ! શું થશે. એવી હાય હાયમાંજ મરવું પડે છે. એટલે આ જનમમાં જેવી હાય હાય, તેવી જન્માક્તરમાં પણ હાય હાયજ રહેવાની. - જીવનની સાર્થકતા જે કઈમાં રહેલી હોય, તે ઉત્તત્તમ ગુણોમાં રહેલી છે. દયા, દાક્ષિણ્ય, વિનય, વિવેક, સમભાવ અને ક્ષાત્યાદિ ગુણે એજ જીવનની સાર્થક્તાના હેતુઓ છે. આપણું હીરવિજયસૂરિ આવા ઉચ્ચતમ ગુણેના ભંડાર હતા, એમ કહીએ તે લગારે ખોટું નથી. પિતાની જીવનયાત્રામાં અવારનવાર પડતી તકલીફને તેમણે જે સહનશીલતાથી સહન કરી છે, તે તેમના જીવનની સાર્થક્તાને જ સૂચવે છે. ગુજરાત જેવા રમ્ય અને પરમશ્રદ્ધા પ્રદેશને છેડીને મહાન કષ્ટ ઉઠાવી ફતેપુર-સીકરી સુધી જવું અને તે પ્રદેશમાં ચાર વર્ષ સુધી રહી અકબર જેવા મુસલમાન સમ્રાને પ્રતિબધી આખા વર્ષમાં છ મહીના ઉપરાન્ત જીવહિંસા બંધ કરાવવાનું કાર્ય શું ઓછી જીવનની સાર્થકતા બતાવે છે? આ સિવાય પિતાના સાધુધર્મ ઉપર તેઓની કેટલી આસ્થા હતી, તેઓને સમભાવ કે હિતે, એટલી ઊંચી હદે પહોંચવા છતાં તેઓ કેવી નમ્રતા, વિનય, વિવેક અને લઘુતા રાખતા હતા, અને તેઓની ગુરૂભકિત કેવી પ્રશંસનીય હતી, એ સંબંધી તેમના જીવનમાંથી મળતા પ્રસંગો તરફ જ્યારે ધ્યાન આપીએ છીએ ત્યારે ખરેખર તેમના જીવનની સફળતાને માટે કેઈને પણ આનંદ થયા વિના રહેતું નથી.
- હીરવિજયસૂરિ પિતાના સાધુધર્મમાં કેટલા દઢ હતા અને પિતાનાજ નિમિત્તે થયેલી વસ્તુઓને નહિં વાપરવામાં કેટલો ઉપયેગ રાખતા હતા, તે સંબંધી એકજ પ્રસંગ જોઈશું. - એક વખત સૂરિજી અમદાવાદના કાલુપુરામાં આવ્યા અને જ્યારે, ઉપાશ્રયમાં પ્રવેશ કરીને શ્રાવકને ઉપદેશ આપવા માટે નવા બનાવેલા એક ગેખલામાં બેસવાની શ્રાવકે પાસે આજ્ઞા માગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org