________________
અસ કવિના કહેવા પ્રમાણે એકલા સૂરીશ્વરજીના હાથે જ પચાસ પ્રતિષ્ઠાઓ થઈ હતી. અને તેમના ઉપદેશથી લગભગ પાંચ રાસ થયાં હતાં. જેમ મૂલાશાહ, કુંઅરજી ઝવેરી, સોની તેજપાલ રાયમલ આસપાલ, થાનસિંધ, માનુ કલ્યાણ, દુર્જનમહલ,
૧ સોની તેજપાલ ખંભાતને રહેવાસી હતા. તે સૂરિજીના ઘણા ધનાઢ્ય અને મહાન ઉદાર શ્રાવકે પૈકીને એક હતા. વિ. સં. ૧૬૪૬ ની
સ્તમાં હીરવિજયસૂરિ જ્યારે ખંભાત આવ્યા, ત્યારે શ્રેષ્ઠ સુદિ ૮ ના દિવસે તેણે અનંતનાથની પ્રતિષ્ઠા કરાવી પચીસ હજાર રૂપિયા ખરચ્યા હતા. આજ વખતે સામવિજયજીને ઉપાધ્યાય પદવી પણ આપવામાં આવી હતી. તેણે આજ ખાંભાતમાં એક મહાટું જિનભુવન પણ બનાવ્યું હતું. તેનું વર્ણન કરતાં ઋષભદાસ કવિ “હીરવિજયસૂરિરાસ'માં લખે છે
“અદભુવન જર્યું દેહરૂ કરાવ્યું, ચિત્ર લિખિત અભિરામ; ત્રેિવીસમો તીર્થકર કાવ્યો, વિજયચિંતામણું નામ છે. હી. ૬ વાપભતણી તેણે મૂરતિ ભરાવી, અત્યંત મોટી સેય; ભુઇશામાં જઈને જુહારે, સમકિત નિરમલ હેય હે. હી. ૭ અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપકકનકમણિ કેરાં; ઓશવશ ઉજવલ જેણે કરીએ, કરણી તાસ ભલેરા હે. હી.” ૮
આ દેરાસર વર્તમાનમાં ખંભાતના માણેકચોકની ખડકીમાં વિદ્યમાન છે. તેના બેંયરામાં રાષભદેવની મોટી પ્રતિમા છે. આ ભયરાની ભીંત ઉપર એક લેખ છે, તે ઉપરનીજ વાતને પુરવાર કરે છે. લેખ આ પ્રમાણે છે
॥६०॥ श्रीगुरुभ्यो नमः॥ श्रीविक्रमनृपात् ॥ संवत् १६६१ परषे वैशाप शुदि७ सोमे ॥ श्रीस्तंभतीर्थनगरव्यास्तव्य ॥ ऊकेश जातीय ॥ आबूहरागोत्रविभूषण ॥ सौषणिक कालासुत सौवर्णिक।। वाचा भार्या रमाई॥ पुत्र सौवर्णिक वछिआ॥ भार्या सुहासिणि पुत्र सौषणिक ॥ तेजपाल भार्या ॥ तेजलदे नाम्न्या । मिजपति॥ सौवणिक तेजपालप्रदत्ताशया॥प्रभूतद्रव्यव्ययेन सुभूमिगृहश्री जिनप्रासादरकारितः ॥ कारितं व तत्र मूलनायकतया ॥ स्थापनकले
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org