________________
ખંભાત પત્ર લખીને જેઓનાં માથાં મૂકવામાં આવ્યાં હતાં, તેઓને તેડાવવામાં આવ્યા. તેઓના આવ્યા બાદ તે બધાને સાથે લઈ ઉપર્યુકત બને ગૃહસ્થો ખાન પાસે ગયા. બાદશાહને પત્ર તેના હાથમાં આપવામાં આવ્યું. પત્ર વાંચતાની સાથે જ તે ઠંડેગાર જે થઈ ગયે. તેણે ઝટ આવેલ ગૃહસ્થને જણાવ્યું કે “ કહે, મારા લાયક શું કામ છે ?? જીવા અને સામલે કહ્યું કે-“રાયકલ્યાણ ત્યાં સુધી ત્રાસ વર્તાવી રહ્યા છે કે અમારા ધર્મને પણ ખોવરાવે છે. માટે તેને બંબસ્ત થ જોઈએ.” એમ કહેવા સાથે તેમણે પહેલાં બનેલી બધી હકીકત કહી સંભળાવી.
મિખાને રાયકલ્યાણને પકડી લાવવા માટે હુકમ કર્યો. વિલને પણ પકડવામાં આવ્યું અને આખા ગામમાં ફેરવીને ત્રણ દરવાજા આગળ તેને બાંધીને ઘણી શિક્ષા કરવામાં આવી. બીજી તરફ બસ ઘેડેસ્વારને ખંભાત મોકલવામાં આવ્યા. રાયકલ્યાણ ત્યાંથી ન્હાસી ગયેલા અને ભયબ્રાન્ત અવસ્થામાં સૂબાની સેવામાં હાજર થયે. ખાને રાયકલ્યાણને ઘણે ઠપકે આપે અને સાધુઓના પગમાં પડાવી માફી મંગાવી. વળી બાર હજાર રૂપિયાનું જે ખત જોરજુલમથી લખાવી લીધું હતું, તે પણ રદ કરાવ્યું અને રાયકલ્યાણના જુલમથી જેઓએ જૈનધર્મને ત્યાગ કર્યો હતે, તેઓને પાછા ઠેકાણે લાવવામાં આવ્યા.
લાગવગ શું કામ નથી કરી શકતી? હજારે નહિ પરંતુ લાખ રૂપિયા ખરચતાં જે કામ નથી થઈ શકતું, તે કામ લાગ વગથી થઈ શકે છે. એટલા માટે તે શાસનશુભેચ્છક ધર્મધુરંધર પૂર્વાચાર્યો માન-અપમાનની દરકાર કર્યા સિવાય રાજદરબારેમાં પગપેસારો કરતા હતા. અને અટકી પડેલાં ધર્મનાં કાર્યો અનાયાસથી કરી શકતા હતા. આવા અનેક દષ્ટાન્ત ઈતિહાસમાં મજાદ છે.
એક વખત સૂરિજી ખંભાતમાં હતા, ત્યારે અમદાવાદમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org