________________
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આપનાર ગુરૂએ હમેશાંને માટે પ્રયત્નશીલ રહેવાનું છે. આવી રીતે તેજ ગુરૂ-દીક્ષા આપનાર સચેષ્ટ રહી શકે છે કે જેઓ સંસારના આરંભ સમારંભનાં કાર્યોમાં મસ્ત બની રહેલ અને વિષયવાસના તથા ધાદિકષાયથી પરિતૃપ્ત થયેલ છવને દયાની લાગણીથી અને શાસનના હિતની ખાતર બહાર કાઢે છે. પરંતુ જેઓ માત્ર ઘણા ચેલાઓના ગુરૂ કહેવરાવવાની લાલચથી અને બેટા આડંબરથી લેકેને રંજિત કરવાની ઈચ્છાથી જ ચેલા કરે છે, તેઓ તે દીક્ષા લેનારનું કંઈ પણ હિત કરી શકતા નથી. માત્ર કઈ પણ મનુષ્યને ગૃહરાવસ્થામાંથી મુકત કરી પિતાના મંડલમાં લઇ લે, એટલામાંજ પિતાના કર્તવ્યની “ઇતિશ્રી” કરી બેસે છે. ઘણી વખત આનું પરિણામ એ આવે છે કે-દીક્ષા લેનાર કાં તે થોડા વખત પછી ઘરભેગેજ થઈ જાય છે, અથવા કદાચ કુલની લજજાને લીધે સાધુના વેષમાં રહે, તે પણ તે આખી જિંદગીમાં સાધુપણાના વાસ્તવિક સુખને લગાર પણ અનુભવ કરી શકતા નથી, ન તે તે સમાજનું ભલું કરી શકે છે કે ન તે પિતાનું હિત પણ કરી શકે છે. આવા ગુરૂઓ અને ચેલાઓ ખરેખર સમાજને ભારભૂતજ થઈ પડે છે.
આપણા નાયક હીરવિજયસૂરિ મહાન વિચક્ષણ, શાસનના પ્રેમી અને જગતનું કલ્યાણ ઈચ્છનારા હતા અને તેથી જ તેઓ જેને દીક્ષા આપતા, તેને પવિત્ર ઉદ્દેશ્યથી જ આપતા હતા. અને તેનું એજ કારણ હતું કે તેમના ઉપદેશથી સંખ્યાબંધ મનુષ્ય દીક્ષા લેવાને તૈયાર થતા હતા. આ પ્રમાણે સૂરિજીએ જો કે ઘણાઓને દીક્ષા આપી હતી, પણ તે બધા પ્રસંગેને ઉલલેખ અહિં ન કરતાં માત્ર થોડાજ પ્રસંગે અહિં ટાંકીશું. તે ઉપરથી તે વખતની દીક્ષાઓ, મનુષ્યની ભાવના અને બીજી કેટલીક વ્યાવહારિક બાબતોને ખ્યાલ પણ પાઠકને આવી શકશે.
આપણે એક પ્રકરણમાં જોઈ ગયા છીએ કે જે સમયનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org