________________
કોwહાન.
રહેજે થઈ જાય તેમ છે. કોઈ પણ જમાને હંમેશાને માટે એક સરખી પ્રવૃત્તિવાળે રહ્યોજ નથી. જે જમાનામાં જેવાં કાર્યોની આવશ્યકતા જણાય છે, તે જમાનામાં કુદરતી રીતે મનુષ્યની બુદ્ધિઓનું વાતાવરણ તેવા પ્રકારનું થાય છે. કેઈ જમાને એ આવે છે કે-જે વખતે દર્શનને ઉદયકાળ હોય છે. તે વખતે ઠેકાણે ઠેકાણે મંદિર બનાવવા તરફ, પ્રતિષ્ઠા કરાવવા તરફ, સંઘે કાઢવા તરફ અને મોટા મહેટા ઉત્સવે કરવા તરફ પ્રધાનતયા લોકોની પ્રવૃત્તિ રહે છે. કોઈ જમાને જ્ઞાનના ઉદયકાળને હોય છે તે વખતે ઠેકાણે ઠેકાણે પાઠશાળાઓ, વિશ્વવિદ્યાલચે અને પુસ્તકાલયે વિગેરે જ્ઞાનનાં સાધનને બહોળા પ્રમાણમાં પ્રચાર કરવા તરફ લેકે ઝૂકી પડે છે, જ્યારે કે જમાને ચારિત્રના ઉદયકાળને આવે છે, તે વખતે ચારે તરફથી સાધુઓની વૃદ્ધિજ થતી જોવાય છે. | વિક્રમની સોળમી અને સત્તરમી શતાબ્દિના સમયમાં, કે જે સમયનું આપણે અવલોકન કરીએ છીએ, પ્રધાનતયા ચારિત્રને ઉદયકાળ હતું, એમ કહેવાને અવશ્ય કારણ મળે છે. અર્થાત તે વખતે સંસારની અનિત્યતાનું ભાન થતાં ઘણુ ગૃહ-ઘણા ગર્ભ શ્રીમતે પણ ગૃહસ્થાવસ્થાને છેવને ચારિત્ર (દક્ષા) અગીકાર કરતા હતા અને એનું જ એ પરિણામ હતું કે તે વખતે સેંકડો નહિં પરંતુ, હજારોની સંખ્યામાં જૈન સાધુઓ હયાતી ધરાવતા હતા.
કર્તવ્યકર્મથી પરિભ્રષ્ટ થયેલા મનુષ્ય સંસારમાં નિદાને પાત્ર બને છે. જો કે, એ વાત ખરી છે કે દુનિયાના સમરત મનુષ્ય સરખીજ પ્રકૃતિના, સરખીજ વિદ્વત્તા ધરાવવાવાળા કે સરખાંજ કાર્યો કરવાવાળા નથી હોતા, પરંતુ એટલું તે ખરૂં જ કે-મનુષ્યએ પિતાના લક્ષ્યબિંદુને નહિં ચૂકવું જોઈએ. દીક્ષા લેનારે, દીક્ષા લેવાને ઉદ્દેશ્ય શું છે? એ જેમ ખૂબ સમજી રાખવું જોઈએ છે, તેમ દીક્ષાદાન કરનારે પણ દીક્ષા આપવાને ઉદ્દેશ્ય ભૂલ જોઈને નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org