________________
સીર અને જણાવ્યું
તેમ નથી અને જે મૂર્તિને નહિ માનવાને દા કરે છે, તેઓ પણ પ્રકારાન્તરે તે મૂર્તિને માનેજ છે.” - આ સિવાય મૂર્તિને માનવાનાં બીજાં પણ કેટલાંક પ્રમાણે સૂરિજીએ આપ્યાં. તે પછી ખાનખાનાએ પૂછયું –
“મૂત્તિને માનવાની જરૂર છે, લેકે માને છે, એ વાત ખરી; પણ હવે આપ એ બતાવે કે-મૂર્તિની પૂજા શા માટે કરવી જોઈએ? તે મૂર્તિ આપણને શું લાભ આપી શકે તેમ હતી?”
આને ઉત્તર આપતાં સૂરિજીએ કહ્યું –
“ મહાનુભાવ! જે મનુષ્ય મૂર્તિની પૂજા કરે છે, તેઓ વસ્તુતઃ મૂર્તિની પૂજા નથી કરતા, પરંતુ મૂર્તિ દ્વારા ઈશ્વરની પૂજા કરે છે. મૂર્તિની પૂજા કરતી વખતે તેઓની ભાવના એવી નથી હતી કે હું આ પત્થરની પૂજા કરૂ છું. તેઓ એમજ સમજે છે કે અમે પરમાત્માની પૂજા કરીએ છીએ. મુસલમાને મસજિદમાં જઇને પશ્ચિમ દિશા તરફ નિમાજ પઢે છે, તેઓ એમ નથી સમજતા કે-અમે આ ભીંત હામે નિમાજ પઢીએ છીએ, પરંતુ એમજ સમજે છે કે-પશ્ચિમ દિશા તરફ જે મક્કા શરીફ આવેલ છે, તેની તરફ અમે નિમાજ પઢીએ છીએ. જે લાકડાને ઘડીને ટેબલના રૂપમાં મૂકયું છે. તેને કઈ લાકડું નહિ કહે, પરતુ ટેબલજ કહેશે. સંસારની તમામ પ્રિયે એક સરખી જ હોય છે, પરન્તુ જેની સાથે વિવાહ-પાણગ્રહણ થાય છે, તે સ્ત્રી પિતાની અર્ધીના કહેવાય છે. અર્થાત તેના પ્રત્યે સ્ત્રીત્વને જ ભાવ રહે છે. બીજે નહિં. તેવીજ રીતે પત્થર, તે તે પત્થરજ છે, પણ જે પત્થરને ઘડીને મૂર્તિરૂપે બતાવેલ છે અને મંત્રાદિથી પ્રતિષ્ઠા કરીને જેની સ્થાપના કરવામાં આવેલ છે, તે મૂર્તિમાં પરમાત્માનેજ આરેપ કરવામાં આવે છે. આ ઉમરથી એ સિદ્ધ થાય છે કે-મૂર્તિની પૂજા કરનારાઓ પથરની
નથી કરતા, પરંતુ મૂત્તિ દ્વારા પરમાત્માની પૂજા કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org