________________
(૭) કોલેજના સુપ્રસિદ્ધ છેફેસર શેખ અબ્દુલકાદર સરફરાજ એમ. એ. ને પણ તેટલોજ ધન્યવાદ ઘટે છે, કે જેમણે પરિશ્રમ લઈને ફરમાનના તે અનુવાદો બરાબર તપાસી આપ્યા છે. આ ઉપરાતે જનાગઢની બહાઉદ્દીન કેલેજના છે, એસ, એચ, હેડીવાલા એમ. એ. નું નામ પણ મારે ભૂલવું જોઈતું નથી, કે જેઓએ આ પુસ્તકનાં છપાતા ફાર્ગે તપાસી મને કેટલીક ઐતિહાસિક સુચનાઓ કરી વધારે વાકેફ કર્યો છે.
છેવટ–હું એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરની સમજુ છું. તે એ કે જે આ પુસ્તક લખવામાં ઇતિહાસત મહેદધિ ઉપાધ્યાયજી શ્રી ઈદ્રવિજયજી મહારાજની મને સંપૂર્ણ સહાયતા ન મળી હત, તે મારા જે અંગરેજી, ફારસી અને ઉર્દુને બિલકુલ અનભિજ્ઞ માણસ આ પુસ્તક લખવામાં કોઈ પણ રીતે ફળીભૂત થઈ શકતે નહિં અને તેટલા માટે તેઓશ્રીને શુદ્ધ અંત:કરણથી ઉપકાર માનવા સાથે એ સ્પષ્ટ જણવીશ કે-આ પુસ્તકના યશને ભાગી પ્રધાનતયા તેઓશ્રી જ છે. તે સિવાય શાન્તમૂર્તિ આત્મબંધુ શ્રીમાન જયન્તવિજયજીને પણ ઉપકાર માનવો ભૂલીશ નહિં, કે જેઓ પ્રફ શોધવામાં મને મદદગાર થયેલ છે.
પુસ્તકના ભૂષણસ્વરૂપ ઉપાશ્વાત લખવાનું કામ જ્યારે શ્રીયુત મુનશીજીએ કરી આપ્યું છે, ત્યારે પ્રસ્તાવનામાં ઉપર્યુક્ત વકતવ્ય સિવાય મારે કહેવાનું બીજું શું હોઈ શકે ?
ગોડીજીને ઉપાશ્રય, પાયધૂની,
મુંબઇ અક્ષયતૃતીયા, વીર સં. ૨૪૪૬. )
વિદ્યાવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org