________________
પ્રસ્તાવના.
જ ન સાધુઓએ ગૂર્જર સાહિત્યની સેવા અને રક્ષા કરવામાં કરી સૌથી વધારે ભાગ ભજવ્યો છે; એ વાત વાર્તમાનક સાક્ષને હવે એકી અવાજે કબૂલ કરવી પડી છે; પરંતુ તેની સાથેજ સાથે જૈનસાધુઓએ દેશની સેવા કરવામાં પણ કંઇ એક ભાગ નથી લીધે, એ વાતથી હજૂ મહેોટો ભાગ અજાણે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને એવા બીજા અનેક જૈનાચાર્યો થઈ ગયા છે કે-જેમની કાર્યાવલીનું સૂક્ષ્મદષ્ટિથી અવકન કરીએ તે એ સ્પષ્ટ જણાઈ આવે છે કેતેમની સમસ્ત જીવનયાત્રા દેશના કલ્યાણનાં કાર્યોમાં જ વ્યતીત થઈ હતી. પ્રાચીન જૈનાચાર્યોનું એ દઢતા પૂર્વક માનવું હતું કે દેશના કલ્યાણને આધાર અધિકારિયોની-સતાધારિયાની અનુકૂળતા ઉપર રહેલો છે. ” અને તેને વિશ્વાસ હતો કે –“ લાખો મનુષ્યોને ઉપદેશ આપવામાં જે લાભ સમાયેલો છે, તે લાભ એકજ રાજાને પ્રતિબોધવામાં રહેલો છે. ” આ મન્તવ્ય અને વિશ્વાસથી જ તેઓ માન-અપમાનની દરકાર કર્યા સિવાય પણ રાજ્ય-દરબારમાં પ્રવેશ કરતા અને રાજા-મહારાજાઓને પ્રતિબોધતા. જ્યાં તે પ્રાચીન સદિયમાં પણ જેનાચાર્યોની આવી ઉદારતા અને ક્યાં આ જાગતી-જીવતી વીસમી સદીમાં પણ કેટલાક જૈન સાધુઓની સંકુચિતતા !!
પ્રાચીન સમયમાં દેશકલ્યાણના કાર્યમાં ભાગ લેનારા જે જે જૈનાચા થઈ ગયા છે, તેમાં હીરવિજયસૂરિ પણ એક છે. સોળમી શતાબ્દીમાં થઈ ગયેલ હીરવિજયસૂરિએ, જૈન સમાજને જ નહિ; પરતુ ભારતવર્ષની સમસ્ત પ્રજાને–તેમાં ખાસ કરીને ગુજરાતની પ્રજાને તે મહાન કષ્ટમાંથી બચાવવાને જે ભગીરથ પ્રયત્ન કર્યો હતો, અને તેમાં પિતાના શુદ્ધચારિત્ર અને પુરૂષાર્થથી જે સફળતા મેળવી હતી; એ વાતથી જનતાને માટે ભાગ અરાત જ છે. જે થોડા ઘણું જેને, હીરવિજયસૂરિના જીવનથી જાણીતા છે, તેમણે માત્ર એકપક્ષીય-ધાર્મિક દૃષ્ટિએ જ સરિજીનું જીવન જાણેલું હોવાથી, વસ્તુતઃ તેઓ પણ હીરવિજયસૂરિને સંપૂર્ણ રીતે ઓળખી શકયા નથી; એમ કહીએ, તે તેમાં લગારે છેટું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org