________________
પૂજાસંગ્રહ સાથે
ઉર્વિલકની આઠ કુમારી,
વરસાવે જળ કુસુમાલી રે સખી ! પૂર્વસૂચક આઠ દર્પણું ધરતી,
દક્ષિણની અડ કળશાલી રે. સખી ! ૫ અડ પશ્ચિમની પખા ધરતી,
ઉત્તમ આઠ ચામરધારી રે, સખી ! વિદિશિની ચઉ દીપક ધરતી,
ચકદ્વીપની ચઉબાળી રે. સખી !૦ કેળતણું ઘર ત્રણ કરીને,
મર્દન સ્નાન અલંકારી રે; સખી ! રક્ષા પિટલી બાંધી બેઉને,
મંદિર મેલ્યા શણગારી રે. સખી ! ૭
ઉભી રહે છે. ઉત્તર રુચકની આઠ કુમારિકાઓ ચામર લઈ ઉભી રહે છે. ચકદ્વીપની વિદિશામાં રહેનારી ચાર કુમારિકાઓ આવી ચારે વિદિશામાં હાથમાં દીપક લઈ ઉભી રહે છે.
ચકદ્વીપમાં નીચેના ભાગમાં રહેનારી ચાર કુમારિકાઓ આવી પ્રસૂતિઘરની બાજુમાં ત્રણ કેળના ઘર બનાવે છે, પ્રથમ ઘરમાં માતા તથા પ્રભુને લાવી તેલ વગેરેનું મર્દન કરે છે. બીજા ઘરમાં ઉત્તમ જળવડે સ્નાન કરાવે છે, ત્રીજા ઘરમાં લઈ જઈ ઉત્તમ વસ્ત્રાલંકારે પહેરાવે છે. પછી અરણ કાછવડે અગ્નિ કરી તેમાં ચંદનના કાને બાળી તેની રક્ષા કરી તેની એક પિટલી માતાને હાથે અને એક પોટલી પુત્રને હાથે બાંધી શણગારેલા મહેલમાં મૂકે છે. ૪ થી ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org