________________
૭૬
પૂજાસંગ્રહ અર્થ
-
-
-
-
-
-
-
-
-
-
-
માતા સુપન લહી જાગિયા રે, અવધિ જુએ સુરરાજ વાલા શકસ્તવ કરી વદિયા રે, જનની ઉદર જિનરાજ વાલા. ૭ એણે સમે ઇંદ્ર તે આવિયા રે, મા આગળ ધરી લાજ વાલા પુણ્યવંતી તુમે પામિયા રે, ત્રણ ભુવનનું રાજ વાલા ચૌદ સુપનના અર્થ કહી રે, ઇંદ્ર ગયા નિજ ઠામ વાલા, ચૌસઠ ઇંદ્ર મળી ગયા રે, નંદીશ્વર જિનધામ વાલા, ૯ ચ્યવન કલ્યાણક ઉત્સવે રે, શ્રી ફલપૂજા ઠામ વાલા; શ્રી શુભવીર તેણે સમે રે, જગતજીવ વિશ્રામ વાલા. ૧૦
આ પ્રમાણે સ્વપ્ન જોઈ માતા જાગૃત થયા, તે વખતે અવધિજ્ઞાનવડે ઈંદ્ર જોયું. વામામાતાના ઉદરમાં પ્રભુને જોયા તરત જ આસન ઉપરથી ઉઠી સાત-આઠ ડગલા સામે આવી શકસ્તવ કહેવાવડે વંદન કર્યું. ૭ .
એ પછી માતાની પાસે મર્યાદાપૂર્વક ઇંદ્ર આવી કહ્યું કે“હે પુણ્યવતી માતા ! તમે ત્રણ ભુવનનું રાજ પામ્યા છે.” એમ કહી ચૌદ સ્વપનોના અર્થ કહી ઇંદ્ર પિતાના સ્થાનમાં ગયા. પછી ચેસઠ ઇંદ્ર ભેગા મળી જિનેશ્વરના ધામવાળાશાકવત સિદ્ધાયતનવાળા નંદીશ્વરદ્વીપે ગયા. (ત્યાં ઉત્સવ કરી સૌ પોતપોતાના સ્થાને ગયા.) ૮-૯
ચ્યવન કલ્યાણક ઉત્સવમાં ભગવંતની શ્રીફળ વડે પૂજા કરવી. શ્રી શુભ વિજયજી મહારાજના શિષ્ય પં. શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે–પ્રભુના ચ્યવન કલ્યાણકના અવસરે જગતના જીવમાત્રને વિશ્રામ મસુખ પ્રાપ્ત થયું. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org