________________
9
.
પંચકલ્યાણક પૂજા સાથે ક્ષેત્ર દશ જિનવરા, કલ્યાણક પચશે,
ઉત્સવ કરત સુર સાથશું એ થઇય અગ્રેસરી સાસય જિન તણું,
રચત પૂજા નિજ હાથશું એ. ૩ યોગશાસે મતા માસ ષટું થાકતા,
દેવને દુ:ખ બહુ જાતિનું એ; તેહ નવિ ઉપજે દેવ જિનજીવને,
જવતાં ઠાણ ઉપપાતનું એ, ૪ લઈ વિશસ્થાનક તપની આરાધના કરી નિનામાને બંધ નિકાચિત કરી દશમા–પ્રાણત દેવલોકમાં દેવ થયા. તે ભવમાં સર્વદેવે કરતાં તેમની તેજયુક્ત કાંતિ ઘણી હતી. તે દેવકમાં તેમની આયુ સ્થિતિ વીશ સાગરેપમની હતી. ૨
તે સમય દરમ્યાન (તેરમા વિમળનાથથી બાવીશમા નેમ નામ સુધીના આ ભરતક્ષેત્રના દશ તીર્થકરે, તેવી જ રીતે બીજા ચાર ભારત અને પાંચ ઐરાવત મળી) દશ ક્ષેત્રના ૧૦૦ તીર્થકરોના (એકેકના પાંચ કલ્યાણક હેવાથી) ૫૦૦ કલ્યાણુકેના ઉત્સવ તે દેવભવનમાં દેવ સાથે કરે છે અને અગ્રે. સર થઈને નંદીશ્વરદ્વીપ વગેરેમાં રહેલા શાશ્વત જિનબિંબની પૂજા પોતાના હાથે કરે છે. ૩
યેગશાસ્ત્રમાં કહ્યું છે કે–દેવેનું આયુષ્ય છમાસ બાકી હોય ત્યારે પુષ્પમાળા કરમાઈ જાય વગેરે ચિહ્નોથી પિતાના ચ્યવનકાળને જાણી તે દેવે ઘણું દુખ પામે છે. પરંતુ જિનેવરના જીવ એવા દેવને પિતાનું ઉત્પત્તિસ્થાન જોતાં તે દુઃખ ઉત્પન્ન થતું નથી. ૪
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org