________________
પૂજાસંગ્રહ સાથે
(આંબાના વડલા હેઠે ભયાર, સરોવર લહેર લે છે રે.એ દેશી) જળપૂજા કરી જિનરાજ, આગળ વાત વીતી કહે છે, કહેતાં નવિ આણે લાજ, કર જોડીને આગળ રહે રે. જ૦ ૧ જિનપૂજાને અંતરાય, આગમ લેપી નિંદા ભજી રે; વિપરીત પ્રરૂપણ થાય, દીનતણું કરુણ તજી રે. જ૦ ૨ તપસી ન નમ્યા અનુગાર, જીવતણી મેં હિંસા સજી રે; નવિ મળિયા આ સંસાર તુમ સરિખે રે શ્રી નાથજી રે. જ૦ ૩ રક ઉપ૨ કીધું કે, માઠાં કર્મ પ્રકાશિયાં રે; ધરમમારગને લેપ, પરમારથ કેતાં હાંસિયા રે, જ૦ ૪ ઢાળને અથ–
પ્રભુની જળપૂજા કરી તેમની આગળ આપણી પિતાની વીતેલી વાતે કહો. કહેતાં જરા ય લજજા લાવશે નહિ. બે હાથ જોડી પ્રભુ આગળ ઉભા રહી કહે. ૧
હવે અંતરાયકર્મના બંધહેતુઓ કહે છે -જિનેશ્વરની પૂજામાં અંતરાય કર્યો, આગમશાસ્ત્ર લેપ્યા, પારકી નિંદા કરી, વિપરીત પ્રરૂપણાઓ કરી, દીન ઉપરની દયા તજી, તપસ્વી મુનિને નમ્યા નહિ, જીની હિંસા કરી. હે પરમાત્મા! તમારા જે નાથ આ સંસારમાં મને મળે નહિ તેનું આ પરિણામ છે. ૨-૩
તેમજ મેં ગરીબ ઉપર કેપ કર્યો, કેઈના મીઠાં કર્મો પ્રકાશિત કર્યા, ધર્મમાગને લેપ કર્યો, પરમાર્થની વાતે કરનારની હાંસી કરી. ૪
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org