________________
ચોસઠપ્રકારી પૂજા, ત્રીજે દિવસ
૫૧૩
આમલકી કીડાવશે વીંટાણે, મોટે ભરીંગ રોષે ભરાણા; હાથે ઝાલી વીર તાણ્યો, કાઢી નાખ્યા દૂર, વીર૦ ૩ રૂપ પિશાચન વિતા કરી ચલી, મુજ પુત્રને લેઈ ઉછળીયા; વીરે મુષ્ટિપ્રહારે વળિયે, સાંભળીયે એમ. વીર. ૪ ત્રિશલામાતા મોજમાં એમ કહેતા, સખીઓને એલંભા દેતા, ક્ષણ ક્ષણ પ્રભુ નામ જ લેતા, તેડાવે બાળ. વીર૦ ૫ વાર જેવંતા વીરજી ઘરે આવ્યા, ખેાળે બેસારી હુલાવ્યા; માતા ત્રિશલાએ હરાવ્યા, આલિંગન દેત. વીર૬
આમલકી કકડા કરતા તે દેવ સાપનું રૂપ કરીને મેટા રોષથી આમલીના ઝાડ ઉપર વીંટાયે, વીરકુંવરે હાથે પકડી, તે સર્પરૂપધારી દેવને ફેંકી દીધે. ૩
પછી તે દેવતા-પિશાચે બાળકનું રૂપ કરી રમતમાં હારીને મારા કુંવરને ખભે ઉપાડ્યો, એકદમ મોટા તાડનું રૂપ કરીને ઉછળે, વીરકુંવરે તેના માથામાં મુષ્ટિપ્રહાર કર્યો, તેથી તે નાને થઈ ગયે”, એવી વાત સંભળાય છે. ૪ - ત્રિશલા માતા આનંદમાં આવીને આ પ્રમાણે સખીઓને કહે છે, અને “તમે મારા પુત્રની સંભાળ લેતી નથી.” એમ એ લંભા આપે છે. ક્ષણેક્ષણે પ્રભુનું નામ લે છે, માણસને મેકલી બાળપ્રભુને બેલાવે છે. ૫
આ પ્રમાણે માતા વાટ જોવે છે, તેટલામાં વિરપ્રભુ ઘરે આવ્યા, માતાએ ખેાળામાં બેસાડી રમાડ્યા, પછી હુવરાવ્યાં અને અ લિંગન આપ્યું. ૬ ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org