________________
પૂજાસંગ્રહ સાથે
૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય થિણદ્વિત્રિકદહનાય નૈવેદ્ય યજામહે સ્વાહા.
આઠમી ફળપૂજા
વિવિધ ફળે પ્રભુ પૂજતા, ફળ પ્રગટે નિર્વાણ; દર્શનાવરણ વિલય હવે, વિઘટે બંધનાં ઠાણ. ૧
( રાગ-ફાગ-દીપચંદજીની ચાલ ) (હેરી ખેલાવત કનૈયા, નેમિસર સંગે લે ભઈયા–એ દેશી) હોરી ખેલું મેરે સાહેબિયા, સંગરંગે સુણે હે ભઇયા; અબીલ ગુલાલ સુગધ વિખરીયા, કનક કળી કેસરીયા
હેરી ૧ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની સાતમી પૂજામાં પૃ. ૪૫૯માં લખ્યા પ્રમાણે જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-થીણદ્વિત્રિકને નિવારનારા પ્રભુની અમે નૈવેદ્ય વડે પૂજા કરીએ છીએ. કહાનો અર્થ :
વિવિધ પ્રકારના ફળેવડે પ્રભુની પૂજા કરવાથી નિર્વાણમેક્ષરૂપે ફળ પ્રગટ થાય છે. દર્શનાવરણકમ વિનાશ પામે છે, તેના બંધના સ્થાન તૂટી જાય છે. ૧ ઢાળને અર્થ :–
મારા સાહેબ પરમાત્માની સાથે હે મૈયા! હું આનંદથી હારી ખેલું છું. તેમાં અબીલ, ગુલાલ વગેરે સુંગધી પદાર્થો ફેંકું છું તેમજ કેસરની ભરેલી કનકની કળીને પણ ઉપયોગ કરું છું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org