________________
૪૭૭
ચોસઠપ્રકારી પૂજા બીજે દિવસ
( ચંદ્રશેખર રાજા થયા–એ દેશી ) અવધિ રૂપી ગ્રાહકે, ષભેદ વિશેષ; અવધિદર્શન તેહનું, સામાન્ય દેખે, એ ગુણ લેઈ ઉપન્યા, પરભવથી સ્વામી; આ ભવમાં સુખીયા અમે, તુમ દર્શન પામી. ૧ (એ આંકણી) દેવ નિશ્ય ગતિથી લહે, ગુણથી નર તિરિયા; કાઉસ્સગ્નમાં મુનિ હાસ્યથી, હેઠા ઊતરીયા, એ ગુણ૦ ૨ પરિણામે ચઢતી દશા, રૂપી દ્રવ્ય અનંતા; જઘન્યથી ઉત્કૃષ્ટથી, સવિ દ્રવ્ય મુર્ણતા. એ ગુણo ૩ ઢાળને અથ :–
અવધિજ્ઞાન અને અવધિદર્શન એ બને રૂપી દ્રવ્યના ગ્રાહક છે-રૂપી દ્રવ્યને જાણનારા છે અવધિજ્ઞાનના પ્રતિપાતી આદિ છે ભેદે છે. તે છ ભેદને સામાન્ય રૂપે જાણે તે અવધિદર્શન છે. શ્રી તીર્થંકર પરમાત્માઓ પરભવમાંથી આવતા એ ગુણ (અવધિજ્ઞાન–અવધિદર્શન) સાથે લઈને આવે છે. આ ભવમાં અમે તમારું દર્શન પામી સુખી થયા છીએ. ૧
દેવ અને નારકી ગતિ સ્વભાવે જ અવધિજ્ઞાન અને અવધિદર્શન પામે છે, મનુષ્ય અને તિય ગુણથી પામે છે. એક મુનિને કાર્યોત્સર્ગમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનથી શદ્રને અપ્સરાને મનાવતા જોયા તેથી હસવું આવ્યું તેથી આવેલ જ્ઞાન જતું રહ્યું. હાસ્યદોષથી નીચે ઉતરી ગયા. ૨
શુભ પરિણમે ચઢતી દશા થાય છે તે જઘન્યથી પણ અનંતા રૂપી પ્રત્યે જાણે છે. ઉત્કૃષ્ટથી સર્વ રૂપી દ્રવ્યે જાણે છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org