________________
૪૭૨
પૂજાસંગ્રહ સાથે
જિનવર તીરથ સુવિહિત આગમ,
દન નયન નિવારી; ૨. તુo ચક્ષુદર્શનાવરણ કર્મ તે,
બાંધે મૂઢ ગમારી. ૨. તુજ ૨ કાણ નિશદિન જાલંધાપણું,
દુઃખીયાં દીન અવતારી; ૨. તુજ દશનાવરણ પ્રથમ ઉદયેથી,
પરભવ એહ વિચારી. ૨. તુજ ૩ અ૫ તેજ નયનાતપ દેખી
જુએ આડા કર ઘારી; ૨, તુજ જાણું પૂરવભવ કુમતિની,
હજીય ન ટેવ વિસારી. ૨, તુજ. ૪ જિનેશ્વર, તેમનું તીર્થ અને સુવિહિત એવા આગમ તેને દર્શનરૂપ નેત્રવડે એવામાં જેઓ નિવારે છે–અટકાવે છે, તે મૂઢ અને ગમાર પ્રાણીઓ ચક્ષુદર્શનાવરણીય કર્મ બાંધે છે. ૨
તે પ્રાણીઓ પરભવમાં પ્રથમ દર્શનાવરણ-ચક્ષુદર્શનાવરના ઉદયથી કાણા, રાત્રિ અંધ, દિવસના અંધ કે જન્મથી અંધ, દુઃખી અને દીન અવસ્થાવાળા થાય છે. એમ જાણવું. ૩
અલપતેજવાળા જેનાં નેત્રો હોય તેઓ જ્યારે સૂર્યને તડકે હોય ત્યારે આંખની આડે હાથ રાખી જુએ છે. એવી રીતે કુમતિવાળા જેને જોતાં પણ એમ થાય છે કે– હજી તેઓ પૂર્વભવની ટેવ ભૂલ્યા નથી. જેથી જિનદર્શનની આડે તેઓ હાથ રાખે છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org