________________
૪૪૮
પૂજાસંગ્રહ, સાથે અંગુલ આવળી સંખમ સંખે, પૂરણ કિંચૂણ કાળ; ભo પૂર્ણાવળી અંગુલ પહુ, હસ્ત મુહૂર્ત વિચાળ. ભ૦ ૨ કેશ દિનાંતર યોજન દિન નવ, દ્રવ્ય પર્યાય વિશાળ; ભ૦ પણવીશ યોજન પક્ષ અધૂરે, પક્ષે ભારત નિહાળ, ભ૦ ૩ જંબુદ્વીપ તે માસ અધિકે, વરસે અઢીદ્વીપ ભાળ; ભo ચકદ્વીપ તે વર્ષ પહશે, સંખ્યાતે સંખ્યાને કાળ, ભ૦ ૪
ક્ષેત્રથી અંગુલને અસંખ્યાતમો ભાગ દેખે ત્યારે કાળથી આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી દેખે. ક્ષેત્રથી અંગુલને સંખ્યાતમે ભાગ દેખે ત્યારે કાળથી પણ આવલિકાને સંખ્યાતમે ભાગ દેખે, ક્ષેત્રથી પૂર્ણ અંગુલ દેખે, ત્યારે કાળથી કાંઈક ઉણું આવલિકા દેખે. ક્ષેત્રથી અંગુલ પૃથવ દેખે, ત્યારે કાળથી પૂર્ણ આવલિકા દેખે ક્ષેત્રથી એક હસ્ત પ્રમાણ દેખે, ત્યારે કાળથી અંતમુહૂર્ત દેખે. ૨
ક્ષેત્રથી એક કેસ દેખે, ત્યારે કાળથી દિવસમાં કાંઈક ઓછું દેખે, ક્ષેત્રથી એક પેજન દેખે ત્યારે કાળથી નવ દિવસ સુધીના દ્રવ્યેના વિશાળ પર્યાયે જુવે, ક્ષેત્રથી ૨૫ પેજન સુધી દેખે ત્યારે કાળથી પખવાડીયાની અંદર સુધી જુવે. ક્ષેત્રથી ભરતક્ષેત્ર આ જુવે, ત્યારે કાળથી પક્ષ સુધી જુવે. ૩
ક્ષેત્રથી આખે જંબુદ્વીપ દેખે, ત્યારે કાળથી મહિના ઉપરાંત દેખે, ક્ષેત્રથી અઢીદ્વીપ જુવે, ત્યારે કાળથી વરસ સુધી જુવે. ક્ષેત્રથી ચદ્વીપ સુધી જુવે ત્યારે કાળથી ૨ થી ૯ વર્ષ જુવે. ક્ષેત્રથી સંખ્યાતા દ્વીપે જુવે ત્યારે કાળથી સંખ્યા કાળ જુવે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org