________________
ચોસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ
૪૩૫
ચાર પ્રશાખા પાતળી, કર્મનો ભાવ વિચાર; ઈગસય અડવન પત્ર તસ, કાપવા કનક કુઠાર. ૮ ચોસઠ માદક મૂકીએ, પુસ્તક આગ સાર; ચોસઠ કળશા નામીએ, જિનહિમા જયકાર, ૯ પૂજા સામગ્રી રચી, ભરી ફળ નૈવેદ્ય થાળ; જ્ઞાનોપગરણ મેળવી, જ્ઞાનભક્તિ મહાર. ૧૦ જળકળશા ચાસ ભરી, ધરીએ પુરુષને હાથ; તીર્થોદક કળશ ભરી, ચેસઠ કુમરી હાથ, ૧૧
બીજી ચાર પાતળી પ્રશાખા કરવી, કારણ કે ઘાતકર્મ કરતાં અઘાતી કર્મ પાતળા છે તેમાં આઠ કર્મનાં ભેદ ૧૫૮ હોવાથી (તે તે કર્મની ઉત્તર પ્રકૃતિ પ્રમાણે) ૧૫૮ પાંદડા કરવાં, એ વૃક્ષને છેવા માટે મૂળમાં સેનાને કુહાડે મૂક. ૮
પ્રભુની સન્મુખ પુસ્તક પધરાવી. તેની આગળ એક થાળમાં ૬૪ લાડુ મૂકવા, જયકારી શ્રી જિનપ્રતિમાને ૬૪ કળશવડે અભિષેક કરો. ૯
પૂજાની સર્વ સામગ્રી તૈયાર કરી, ફળ અને નૈવેવના થાળ ભરી, જ્ઞાનના ઉપકરણે એકઠા કરી પધરાવી, ઉત્તમ પ્રકારે મને હર જ્ઞાનભકિત કરવી. ૧૦
તીર્થોદકમિશ્રિત પંચામૃતના ૬૪ કળશ ભરી પુરુષોના હાથમાં આપવા, તેમ જ ૬૪ કળશે કુમારી (કુમાર-કુમારી) એને હાથમાં આપવા. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org