________________
૪૩૪
-
પૂજાસંગ્રહ સાથે પરનિંદા છડી કપટ, વિધિ ગીતારથ પાસ આચારદિનકરે દાખીઓ, એ તપ કર્મ વિનાશ ૪ વિવિધ પ્રકારે તપ કહ્યા, આગમ રયણની ખાણ; તેહમાં કમસૂદન તપ, દિન ચઉસદી પ્રમાણ, ૫ જ્ઞાનાવરણ કર્મ અહ, પચ્ચખાણે છેદાય; ઉપવાસાદિક અડ કવળ, અંતિમ તિમ અંતરાય. ૬ ઉજમણું તપ પૂરણે, શક્તિતણે અનુસાર; તરુવર રૂપાન કરો, ઘાતીયાં શાખા ચાર, ૭.
પારકાની નિંદા તેમજ કપટને ત્યાગ કરી, વિધિપૂર્વક ગીતાર્થ ગુરુ પાસે એ તપ અંગીકાર કર, આ કર્મસૂદન તપ શ્રી આચારદિનકર નામના ગ્રંથમાં શ્રી વર્ધમાનસૂરિએ કમને નાશ કરનાર કહ્યો છે. ૪
આગમરૂપી રત્નની ખાણમાં વિવિધ પ્રકારનાં તપ કહ્યા છે, તેમાં આ કર્મસૂદનતપ ચેસઠ દિવસ પ્રમાણને છે. ૫
તેમાં પ્રથમ જ્ઞાનાવરણીય કમ આઠ પ્રકારના પચ્ચકખાણ વડે છેદાય છે. તેમાં ઉપવાસથી માંડી આઠ કવળ પર્યત (૧) ઉપવાસ, (૨) એકાસણું, (૩) એકદાણે, (૪) એકલઠાણું, (૫) એકદત્તી, (૬) નીવી, (૭) આયંબિલ અને (૮) આઠ કેળીયા એમ જુદો જુદે તપ કરવાનું છે. એ રીતે છેવટે અંતરાય કર્મ દવા માટે પણ તપ કરવાનું છે. ૬
આ તપ પૂર્ણ થયે પિતાની શક્તિ મુજબ ઉજમણું કરવું. તેમાં રૂપાનું વૃક્ષ કરાવવું. તેમાં ચાર ઘાતી કર્મના નામે ચાર શાખા કરવી. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org