________________
પં. શ્રી વીરવિજ્યજી મ૦ કૃત ચોસઠપ્રકારી પૂજા
પ્રથમ દિવસે ભણાવવાનું જ્ઞાનાવરણીય કર્મ સૂદનાથ પૂજાષ્ટક
પ્રથમ જળપૂજાના દુહા શ્રી શંખેશ્વર સાહિબ, સમરી સરસતી માય; શ્રી શુભવિજય સુગુરુ નમી, કહું તપ ફળ સુખદાય. ૧ જ્ઞાન થકી સવિ જાણતા, તે ભવ મુક્તિ જિદ વ્રત ધરી ભૂતલ તપ તપ્યા, તપથી પદ મહાનંદ. ૨ દાનશક્તિ જે નવિ હવે, તો તનુશક્તિ વિચાર; તપ તપીયે થઈ યોગ્યતા, અપ કષાયુ આહાર, ૩
દુહાના અર્થ–શ્રી શંખેશ્વર પરમાત્માને નમસ્કાર કરીને, શ્રી સરસ્વતી માતાનું સ્મરણ કરીને, તેમ જ શ્રી શુભવિજયજી નામના સદ્ગુરુને વન્દન કરીને, સુખદાયક તપનું ફળ હું કહું છું. ૧ | સર્વ તીર્થંકર પરમાત્માએ જ્ઞાનથી તે ભવમાં પોતાની મુક્તિ થવાની છે એમ જાણે છે, તે પણ ચારિત્ર અંગીકાર કરી પૃથ્વીતળ પર વિહાર કરી તપ તપ્યા છે. કારણ કે તપથી મહાઆનંદ રૂપ મેક્ષ મળે છે. ૨
જે દાન આપવાની શક્તિ ન હોય, તે પિતાની શારીરિક શક્તિને વિચાર કરી ગ્યતા મુજબ તપ કરે, તપથી કષાયની અને આહારની અલપતા થાય છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org