________________
સ્નાત્ર–પુજા સાથે
૨૭
બત્રીશ કેડી કનક મણિ માણેક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે; કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કહ૫ સધાવે, દીક્ષા કેવળને અભિલાષે, નિત નિત જિનગુણ ગાવે. તપગચ્છ ઇસર સિંહસૂરીસર, કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસતણે પદ, કપૂરવિજય ગંભીર; ખીમાવિજય તસ સુજ વિજયના, શ્રી શુભવિજય સવાયા, પંડિત વીરવિજય નસ શિયે, જિન જન્મ મહોત્સવ ગાયા. ૮ પાસે ઘરે આવી માતાને પ્રભુ સેંપી આ પ્રમાણે વચન કહે છે, “આ તમારે પુત્ર છે, અમારા સ્વામી છે. અમે તેના સેવકે છીએ, આ પ્રભુ અમારા આધાર છે. એમ કહી પ્રભુને રમાડવા માટે રંભા વગેરે પાંચ ધાવમાતા મૂકે છે. ૬ - તિયફ્રજભક દેવે પરમાત્માના ઘરમાં બત્રીશ ક્રોડ સેનૈયા મણિ, માણેક અને વસ્ત્ર વગેરેની વૃષ્ટિ કરે છે, દેવતાઓ પિતાને હર્ષ પૂર્ણ કરવા નંદીશ્વરદ્વીપે જાય છે. ત્યાં આફ્રિકા મહોત્સવ કરી પિત–પતાના દેવલેકમાં જાય છે. દીક્ષા કલ્યાણક અને કેવલજ્ઞાન કલ્યાણકની અભિલાષાપૂર્વક હંમેશાં 'જિનેશ્વરના ગુણ ગાય છે. ૭
તપગચ્છમાં મહાન આચાર્ય શ્રી સિંહસૂરીશ્વરના મેટા શિષ્ય શ્રી સત્યવિજ્યજી પંન્યાસ થયા, તેમના શિષ્ય ગભીર આશયવાળા કપૂરવિજયજી થયા, તેમના શિષ્ય ખીમાવિજયજી, તેમના શિષ્ય જશવિજય અને તેમના શિષ્ય શુભવિજયજી થયા. તેમના શિષ્ય પંડિત શ્રી વીરવિજયજી મહારાજ કહે છે, કે મેં આ શ્રી જિનેશ્વરને જન્મ મહોત્સવ ગાયે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org