________________
૩૯૬
પૂજાસંગ્રહ સાથે
જન્મમરણુકા પંક પખાલી, પુણ્યદશા ઉદયે કરતા; મંજરી સંપદતરુવર્ધનકી, અક્ષયનિધિ ભરતા. કરી૪ મનકી તપતમિટી સબ મેરી, પદકજ ધ્યાન હિયે ધરતા; આતમ અનુભવ રસમેં ભીને, ભવસમુદ્ર તરતા કરી... ૫
[ આ પૂજા ભણું પંચામૃત તથા તીર્થજળથી પ્રભુજીને જલાભિષેક કરે. ]
બીજી વિલેપન-પૂજા
દુહા ગાત્ર લુહી મન રંગશું, મહકે અતિ હિ સુવાસ; ગંધકષાચી વસનશું, સકળ ફળે મન આશ ૧ ચંદન મૃગમદ કુંકમે, ભેલી માંહી બરાસ; રતનજડિત કાલીયે, કરી કુમતિને નાસ, ૨
પ્રભુની જળપૂજાથી પોતાના જન્મ અને મરણના ફેરા રૂપ મળને ધોઈને પુણ્યના વિપાકના ઉદયને પ્રાપ્ત કરે છે. માંજરરૂપ સંપદાથી ધર્મવૃક્ષની વૃદ્ધિરૂપ અક્ષય ભંડાર ભરે છે. ૪
પ્રભુના ચરણકમળનું હૃદયમાં ધ્યાન ધરવાથી મનના બધા તાપ મટે છે અને અંતે આત્માના અનુભવરસમાં મગ્ન થવાથી સંસારસમુદ્રને તરી જવાય છે. ૫
દુહાને અથ–ચિત્તના આનંદપૂર્વક પ્રભુનું અંગ સુગંધી રંગીન વસ્ત્રથી લુછીને સાફ કરવાથી મનની બધી આશાઓ સફળ થાય છે. ૧
ચંદન, કસ્તુરી અને બરાસને કંકુ (કેસર) માં ભેળવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org