________________
સત્તરભેદી પૂજા-બીજી
૩૯૫
પૂજા-ઢાળ (રાગ-ખમાચ. તાલ–પંજાબી ઠેકે) માન મદ મનસે પરિહરતા, કરી રહણ જગદીશ,
માન(એ આંકણી) સમકિતની કરણી દુ:ખહરણી, જિનપખાલ મનમેં ધરતા; અંગઉપાંગ જિનેશ્વર ભાખી, પાપડલ કરતા કરીe 1 કંચન કલશ ભરી અતિ સુંદર, પ્રભુસ્નાન ભવિજન કરતા; નક વૈતરણી કુમતિ નાસે, મહાનંદપદ વરતા, કરીe ૨ કામક્રોધથી તપત મિટાવે, મુક્તિપંથ સુખ પગ ધરતા; ધર્મ કહપતરા કંદ સિંચતાં, અમૃતઘન ઝરતા, કરીe 3
પૂજાઢાળીને અથ–મનથી માન અને મદને ત્યાગ કરી, પ્રભુની જળથી અભિષેક પૂજા કરે. શ્રી જિનેશ્વર ભગવંતની પ્રક્ષાલપૂજા એ સમ્યગ્દર્શનની ક્રિયા છે અને તે દુઃખને હરનારી છે એવું મનમાં ભાવે છે. વળી તેને અધિકાર શ્રી જિનેશ્વર ભગવતે અંગ તથા ઉપાંગસૂત્રોમાં કહ્યો છે તેના ફળસ્વરૂપે પાપનાં તમામ પગલે નાશ પામે છે. ૧
ભવ્ય સેનાના અતિસુંદર કળશે ભરીને પ્રભુને જળથી અભિષેક કરીને નરકની વેતરણ નદીનાં દુખે તથા દુર્મતિને નાશ કરે છે અને મહાઆનંદના સ્થાનને પામે છે. ૨
વળી આ જળપૂજા કરનારના કામ અને ક્રોધના તાપ નાશ પામે છે અને આત્મા મેક્ષમાર્ગનાં સુખને પ્રાપ્ત કરે છે. પ્રભુની પૂજા કરવાથી ધર્મરૂપ કલ્પવૃક્ષના મૂળનું સિંચન થાય છે. જેથી આત્મામાં અમતના મેઘની વૃષ્ટિ થાય છે. 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org