________________
૩૪૫
સત્તરભેદી પૂજા
૬ પુછપમાળા પછી નાગ, પુન્નાગ, મરૂએ (મો) દમણે, (ડર) ગુલાબ, પાડલ, મેગ, સેવંત્રી સેવંતી), ચંબેલી, માલતી પ્રમુખ પંચવર્ણનાં કુસુમની સુંદર માળા ગુંથીને હાથમાં લેઈ ઉ રહી છઠ્ઠી પૂજાને પાઠ ભણે તે ભણીને પ્રભુજીને કંઠે ફૂલની માળા પહેરાવે.
૭ પુપની આંગી પછી પંચવર્ણ ફૂલની કેશરથી આંગી રચી હાથમાં લઈ મુખ થકી સાતમી પૂજાનો પાઠ ભણે, તે ભણીને સુગંધિત પુષ્પ કરી, અત્યંત ભક્તિયે સહિત ભગવંતના શરીરે આંગી રચે.
૮ સુગંધિ ચૂર્ણ પછી ઘનમાર (બરાસ), અગર, સેલારસ પ્રમુખ સુગંધવટી ઈત્યાદિક સુગંધી ચૂર્ણ રકાબીમાં નાંખી, હાથમાં લઈ પરમેશ્વર આગળ ઉભે રહી, મુખથકી આઠમી પૂજાને પાઠ ભણે, તે ભણને પ્રભુજીને સુગંધિ ચૂર્ણ ચઢાવે.
૯ વજા પછી સધવા સ્ત્રીઓ એકઠી થઈ ધૂપ સહિત સુવર્ણ મય દંડે કરી સંયુક્ત, ઉજજવલ થાળમાં કુંકુમને સ્વસ્તિક કરી અક્ષત, શ્રીફળ, રૂપાનાણું ધરીને તે થાળમાં પંચવણ વજા ધારણ કરે. - પછી તે સધવા સ્ત્રીના મસ્તકે રાખી ગીતગાન ગાતાં સર્વ જાતિનાં વાજિંત્ર વાજતાં, ત્રણ પ્રદક્ષિણ આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org