________________
સ્નાત્ર-પુજા સાથે
૧૭
સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવને ભવ કરી; ચ્યવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવીકુલે. ૩ પટરાણી કુખે ગુણનીલે, જેમ માનસરોવર હંસલે સુખશયાએ રજનીશે, ઉતરતાં ચૌદ સુપન દેખે, ૪
હાથી–ચૌદસ્વપ્નની પહેલે ગજવર દીઠે, બીજે વૃષભ પટ્ટો; ત્રીજે કેસરીસિંહ, ચેાથે લક્ષ્મી અબીહ, પાંચમે ફૂલની માળા, છટ્ટે ચંદ્ર વિશાળ;
રવિ રાતે વજ માટે, પૂરણ કળશનહિ છાટો. ૨ વીતરાગ પરમાત્માના શાસનના રસિયા બનાવું. આવા પ્રકારની નિર્મળ ભાવના ભાવમાં તીર્થકર નામ નિકાચિત કરે છે. ૨
એવી રીતે વિદ્ધારની ભાવનાપૂર્વક સંયમનું આચરણ કરે છે. વચમાં એક દેવને ભવ કરી ત્યાંથી ચ્ચવી પંદર કર્મ ભૂમિના ક્ષેત્રમાં મધ્યખંડમાં કેઈપણ રાજવીકુળમાં ગર્ભ પણે ઉત્પન્ન થાય છે. ૩
જેમ માનસરોવરમાં હંસ હોય તેમ પટ્ટરાણીની કુક્ષિમાં ગુણવાન એ પરમાત્માને જીવ ઉત્પન્ન થાય છે, સુખશય્યામાં સુતેલા માતા (આકાશમાંથી ઉતરતાં અને મુખમાં પ્રવેશ કરતાં) ચૌદ સ્વપ્ન જુએ છે. ૪ - પ્રથમ સ્વપ્નમાં શ્રેષ્ઠ હસ્તી, બીજા સ્વપ્નમાં દેદીપ્યમાન બળદ, ત્રીજા સ્વપ્નમાં કેસરીસિંહ, ચેથા સ્વપ્નમાં શોભાયમાન લક્ષ્મી, પાંચમા સ્વપ્નમાં ફૂલની માળા, છઠ્ઠા સ્વપ્નમાં વિશાળ ચંદ્ર, સાતમાં સ્વપ્નમાં લાલ સૂર્ય, આઠમા સ્વપ્નમાં મોટો દેવજ, નવમા સ્વપ્નમાં મોટો પૂર્ણકળશ, દશમા સ્વપ્નમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org