________________
૧૮૪
પૂજાસ ગ્રહ સાથે
.
પંચમ શ્રી મુનિપર પૂજા
( આદ્યકાવ્ય-ઈન્દ્રવજાવૃત્તમ ) સાહૂણ સંસાહિઅસંજમાણે, નમો નમે સુધદયાદમાણું,
_(ભુજગપ્રયાતવૃત્તમ ) કરે સેવના સૂરિ વાયગ ગણિની,
કરું વર્ણના તેહની શી મુણિની; સમેતા સદા પંચસમિતિ ત્રિગુપ્તા,
ત્રિગુપ્ત નહીં કામશેષ લિ તા. ૧ વળી બાહ્ય અત્યંતર ગ્રંથિ ટાળી,
હોયે મુક્તિને એગ્ય ચારિત્ર પાળી; શુભાષ્ટિાંગ યોગે રમે ચિત્ત વાળી,
નમું સાધુને તેહ નિજ પાપ ટાળી, ૨ આઘકાવ્યા–સારી રીતે જેમણે સંયમનું પાલન કર્યું છે, શુદ્ધ દયાક જેમણે ઇંદ્રિયદમન કરેલું છે તેવા સાધુજનેને વારંવાર નમસ્કાર હો!
વૃત્તાથ–જેઓ આચાર્ય, ઉપાધ્યાય અને ગણિની સેવા કરે છે, સર્વદા પંચ સમિતિથી સહિત છે, ત્રણ ગુતિથી સુરક્ષિત છે, કામ અને ભોગમાં આસક્ત નથી તે મુનિજનેની પ્રશંસા શી રીતે કરું? ( અર્થાત જેટલી કરું તેટલી ઓછી જ છે.) ૧
વળી બાહ્ય અને અંતર (પરિગ્રહ) ગ્રંથીઓ જેમણે તેડેલી છે, મોક્ષ પ્રાપ્ત કરાવે તેવું ચારિત્ર પાળ્યું છે, ચિત્તને સાવધાની રાખી સુંદર અષ્ટાંગ યેગમાં રમણ કરે છે એવા સાધુઓને પોતાનું પાપ દૂર કરવા નમસ્કાર કરું છું. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org