SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ પૂજાસંગ્રહ સાથે અંતમુહૂરત પણ જે જીવે, પામ્યું દર્શન સાર રે; અર્ધા પુદ્ગલ પરિયટમાંહે, નિશ્ચય તસ સંસાર રે, પ્રભુજી ! ૮ ગતસમકિત પૂરવબદ્ઘાયુષ, દો વિનુ સમકિતવંત રે; વિણ વૈમાનિક આયુ ન બાંધે, વિશેષાવશ્યક કરંત રે. પ્રભુજી! ૯ ભેદ અનેક છે દર્શનકેરા, સડસઠ ભેદ ઉદાર રે; સેવ હરિવિક્રમ જિન થાયે, સૌભાગ્યલક્ષ્મી વિસ્તાર રે. પ્રભુજી ! ૧૦ નથી. દશ અંકમાં જેમ નવને અંક અભેદ છે (ગમે તે અંકે નવને ગુણવામાં આવે છતાં તે પોતાનું નવપણું છેડતે નથી) તેમ સમકિતી જીવ કુસંગમાં પણ નિષ્કલંકપણે રહે છે. ૭ અંતર્મુહૂર્ત માત્ર પણ જે જીવ સારભૂત એવું સમ્યમ્ દર્શન પામે છે તે જીવને અર્ધપુગલ પરાવર્ત કાળથી વધારે સંસાર નિચે હેત નથી. અર્થાત્ તેટલા કાળમાં તે જીવ અવશ્ય મેક્ષ પામે છે. ૮ સમકિત આવીને ચાલ્યું જાય અથવા સમકિત પામ્યા અગાઉ આગામી ભવનું આયુષ્ય બાંધેલું હોય તે તે જીવ ચાર ગતિમાંથી જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાં જાય છે, પણ જો તેમ ન હોય તે વૈમાનિક દેવ સિવાય બીજું આયુષ્ય બાંધતે નથી અર્થાત્ મનુષ્ય કે તિર્યંચ સમકિત અવસ્થામાં આયુષ્ય બાંધે તે વૈમાનિકદેવનું જ આયુષ્ય બાંધે એમ વિશેષાવશ્યકમાં કહેલ છે. ૯ સમકિતના અનેક ભેદ છે. તેમાં મુખ્યપણે ૬૭ ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy