SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે હાળી (આવો આવો રે સયણ, ભગવતીસૂત્રને સુણિયે–એ દેશી) સરસતી ત્રિભુવન સ્વામિની દેવી, સિરિદેવી યક્ષરાયા; મંત્રરાજ એ પંચ પ્રસ્થાને, સેવે નિત્ય સુખદાયા. ભવિ તુમે વંદે રે, સૂરીશ્વર ગછરાયા. (એ આંકણી) ૧ ત્રણ કાળના જિન વંદન હોયે, મંગરાજ સ્મરણથી; યુગપ્રધાન સમ ભાવાચારજ, પંચાચારચરણથી. ભવિ૦ ૨ પડિરૂવાદિક ચૌદ ગુણધારી, ક્ષાંતિ પ્રમુખ દશ ધર્મ, બાર ભાવના ભાવિત નિજ આતમ, એ છત્રીશ ગુણવર્મ. ભવિ૦ ૩ ઢાળને અથ–શ્રી સરસ્વતી, ત્રિભુવન સ્વામિની દેવી, શ્રીદેવી, યક્ષરાજ અને મંત્રરાજ આ પાંચ પ્રસ્થાન સેવતા અને નિરંતર સુખને આપનારા એવા ગચ્છના રાજા સૂરીશ્વરને હે ભવ્યજને ! તમે વંદન કરે. ૧ મંગરાજ (સૂરિમંત્ર)ના મરણથી ત્રણે કાળના જિનેશ્વરેને વંદન થાય છે. ભાવાચાર્ય પંચાચારરૂપ ચારિત્રને પાળનાર હોવાથી યુગપ્રધાન સમાન કહેવાય છે. ૨ આચાર્ય ભગવંત પ્રતિરૂપાદિક ચૌદ ગુણને ધારણ કરનારા, ક્ષમા વગેરે દશ યતિધર્મને પાળનારા અને બાર ભાવનાવડે પોતાના આત્માને ભાવિત કરનારા એ રીતે છત્રીશ ગુણને ધારણ કરનાર હોય છે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy