________________
૧૯૪
પૂજાસંગ્રહ સાથે
- દાળ
( ભમરા ભૂધર શું બનાવ્યા ?—એ દેશી ) ઉત્તમ ફળપૂજા કીજે, મુનિને દાન સદા દીજે બારમે વ્રતલાટેલીજે રે, શ્રાવકત્રત સુરતરુફણીએ; મનમોહન મેળે મળીયે રે. શ્રાવક૧ દેશ કાળ શ્રદ્ધા કમીએ, ઉત્તરપારણે દાન દીએ; તેમાં પણ નવિ અતિચારીએ રે. શ્રાવક- ૨ વિનતિ કરી મુનિને લાવે, મુનિબેસણુ આસન ઠાવે;
પડિલાભે પિતે ભાવે રે. શ્રાવકo ૩ દશ ડગલાં પૂંઠે જાવે, મુનિદાને જે નવિ આવે;
વ્રતધારી તે નવિ ખાવે રે. શ્રાવકo ૪
ઢાળનો અર્થ–ઉત્તમ એવા ફળે મૂકી ફળપૂજા કરીએ. મુનિરાજને હંમેશા દાન આપીએ. આ રીતે બારમા વ્રતને લાભ લઈએ. આ રીતે વ્રતને ધારણ કરવાથી શ્રાવકવ્રતરૂપ કલ્પવૃક્ષ ફળે. જેથી હે મનમોહન પ્રભુ! તમારો મેળે મને મળે છે. ૧
દેશકાળ જઇને શ્રદ્ધાપૂર્વક તેના ક્રમથી તપસ્યાના પારણે મુનિને દાન દેવું અને તેના પાંચ અતિચાર છે તે લગાડવા નહિ. ૨
અતિથિસંવિભાગ કરનાર શ્રાવક વિનતિ કરીને મુનિરાજને પિતાને ત્યાં લાવે, મુનિને બેસવા માટે આસન સ્થાપે અને પિતાના હાથે ભાવપૂર્વક મુનિને પ્રતિલાલે–વહેરાવે. ૩.
મુનિ વહેરીને જાય ત્યારે દશ ડગલાં તેમની પાછળ જાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org