________________
૧૭૮
પૂજાસંગ્રહ સાથે
ચાર મોટી વિગય કરી વેગળી રે લોલ,
દશબાર અભક્ષ્ય નિવાર જે; તિહાં રાત્રિભેજન કરતાં થકાં રે લોલ
મંજાર ઘુવડ અવતાર જે. મુને ૪ છળે રાક્ષસ વ્યંતર ભૂતડાં રે લોલ,
કેશ કંટક જૂને વિકાર જે; ત્રણ મિત્ર ચરિત્રને સાંભળી રે લોલ,
કરો રાત્રિભોજન ચાવિહાર જે. મુને ૫ ગાડાં વહેલ વેચે ભાડાં કરે રે લેલ,
અંગારકરમ વનકમ જે; સરકૂપ ઉપલ ખણતાં થકાં રે લોલ,
નવિ રહે શ્રાવકનો ધર્મ છે મુને ૬
ચાર મેટી વિગય (માંસ, મદિરા, મધ ને માખણ) ને ત્યાગ કરે. ૧૦+૧૨=૨૨ (બાવીશ) અભક્ષ્યને નિવારે-તજે. તેમાં–બાવીશ અભક્ષ્યમાં રાત્રિભૂજન કરવાથી આવતા ભવેમાં બીલાડા અને ઘુવડને અવતાર લેવું પડે. ૪ - વળી રાત્રિભૂજન કરનારને રાક્ષસ, વ્યંતર અને ભૂતે પણ કેટલીકવાર છેતરે છે. ખાવાના પદાર્થમાં કેશ, કાંટો કે
જૂ આવી જાય તે તે જુદી જુદી જાતના વિકાર કરે છે. ત્રણ મિત્રના ચરિત્રને સાંભળી રાત્રિ–ભેજનને ત્યાગ કરી વિહાર ( ચારે આહારને ત્યાગ) કરે. ૫ - હવે પંદર કર્માદાન કહે છે–ગાડાં, વહેલ વગેરે વેચે, ભાડાં કરે, અંગારકર્મ કરે, વનકર્મ કરે, સરોવર, કૂવા અને પત્થરની ખાણ ખેદવા-દાવવાથી શ્રાવકને ધર્મ રહી શકે નહીં. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org